1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદઃ પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયાં
આણંદઃ પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયાં

આણંદઃ પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયાં

0
Social Share

અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદના સૌઝીત્રામાંથી પોલીસે પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા ચાર શખ્સો પૈકી એક આરોપી રાજકીય આગેવાનનો દીકરો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપએ સોજીત્રામાંથી રાજકોટના રાજકીય અગ્રણીના પુત્ર રોહન રૈયાણી અને અન્ય ત્રણ જણાને પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. ચારેય આરોપીઓ પાસેથી પોલીસે 19.680 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે. જેથી પોલીસે આ અંગે ગુનો નોંધીને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

ચારેય શખ્સો પાર્ટી સાથે આવવાની બાતમીના આધારે એસઓસીએ તપાસ આરંભીને ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની સામે નાર્કોટીક્સ એક્ટ હેઠલ ગુનો નોંધીને તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code