
આંધ્રપ્રદેશઃ દિવાલમાં બાખોરુ પાડીને મંદિરમાં ચોરી કરવા ઘુસેલો તસ્કર ફસાયો
બેંગ્લોરઃ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારો તસ્કર વિચિત્ર પરિસ્થિતિમાં ફસાતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મંદિરમાંથી ભગવાનના આભુષણોની ચોરી કરવા માટે દિવાસમાં બાખોરુ પાડીને અંદર ઘુસેલો અજાણ્યો શખશ ફસાઈ જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં જામી યેલમ્મા મંદિરમાં બારી તોડીને અજાણ્યો શખસ અંદર ઘુસ્યો હતો. તેમજ ભગવાનની મૂર્તિને ચઢાવેલા આભુષણોની ચોરી કરી હતી. ભગવાનના આભુષણોની ચોરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે દિવાલમાં પાડવામાં આવેલા બાખોરામાં ફસાઈ ગયો હતો. ચોરે અનેક બાખોરામાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સફળતા નહીં મળતા તેણે મદદ માટે બુમો પાડી હતી. જેથી આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટનાને જોઈને ચોંકી ઉઠ્યાં હતા. ચોરે એકત્ર થયેલા લોકોએ બચાવવા માટે વિનંતી કરી હતી. જેથી લોકોએ દિવાસ તોડીને તેને બહાર કાઢ્યો હતો. તેમજ પોલીસને હવાલે કર્યો હતો. આરોપીનુ નામ પાપા રાવ હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.