એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ) ના એક ઉચ્ચ અધિકારીની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.
રિલાયન્સ પાવરના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અશોક પાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા, સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ED અનિલ અંબાણી ગ્રુપની ઘણી કંપનીઓ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસોની તપાસ કરી રહી છે.

