1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંકલેશ્વરઃ પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનો નકાબ હટાવતા વિવાદ, CCTVમાં ચહેરા અસ્પષ્ટ દેખાતા કાર્યવાહી
અંકલેશ્વરઃ પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનો નકાબ હટાવતા વિવાદ, CCTVમાં ચહેરા અસ્પષ્ટ દેખાતા કાર્યવાહી

અંકલેશ્વરઃ પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનો નકાબ હટાવતા વિવાદ, CCTVમાં ચહેરા અસ્પષ્ટ દેખાતા કાર્યવાહી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન ગેરરીતી અટકાવવા માટે સરકાર દ્વારા પરીક્ષા ખંડોમાં સીસીટીવી કમેરા લગાવવાની સાથે વીડિયો રેકોડીંગ પરમાં આવી રહ્યું છે. દરમિયાન અંકેશ્વરમાં આવેલા એક પરીક્ષા કેન્દ્રમાં ગણિતની પરીક્ષા આપવા આવેલી મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થીનીઓ નકાબ પહેરીને આવી હતી. જેથી સ્કૂલ સંચાલકો દ્વારા આ નકાબ હટાવવામાં આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં વિરોધ નોંધાવીને જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી. જ્યારે સ્કૂલ સંચાલકોએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, પરીક્ષાના પ્રથમ દિવસે જ ગેરરીતી અટકાવવા માટે નકાબ પહેરીને આવેલી વિદ્યાર્થીઓને બીજી પરીક્ષામાં નકાબ પહેરીને નહીં આપવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતા ચારેક વિદ્યાર્થીઓને નકાબ પહેરીને આવી હતી. ક્લાકરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તેમના ચહેરા સ્પષ્ટ નહીં દેખાતા હોવાથી તેમનો નકાબ હટાવવામાં આવ્યો હતો. દરમિયાન સમગ્ર મામલે વાડીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. તેમજ સ્થળસંચાલકને પરીક્ષાની કામગીરીમાંથી હટાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીડીઆઈસીમાં આવેલી એક સ્કૂલમાં બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતીને અટકાવવાના ઈરાદે પરીક્ષામાં રોકાયેલા સ્કૂલ સ્ટાફ અને સંચાલકોએ આ કેટલીક વિદ્યાર્થિનીઓના નકાબ હટાવડાવ્યાં હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીઓએ ઘરે જઈને પરિવાર અને પરીચિતોને વાત કરતા વિવાદ વકર્યો હતો અને લોકો સ્કૂલ દોડી ગયા હતા. તેમજ નકાબ હટાવવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સ્કૂલ સંચાલકોએ બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું લેવાયું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું.

સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે, ક્લાસ રૂમમાં બાળકો સ્કાપ પહેરીને બેઠા હતા. વર્ગખંડનું વીડિયો રેકોડીંગ સરકારમાં મોકલવાનું છે પરંતુ રેકોડીંગમાં તેમનું મોઢુ દેખાતુ ન હતું. જેથી સ્કાપ હટાવડાવ્યો હતો. પ્રથમ દિવસે પણ વિદ્યાર્થિનીઓ સ્કાપ પહેરીને આવી હતી. જો કે, વીડિયો રેકોડીંગમાં તેમના ચહેરા યોગ્ય દેખાતા નહીં હોવાથી તેમને બીજા દિવસથી પહેરીને નહીં આવવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતા ચારેય વિદ્યાર્થિનીઓ પહેરીને આવી હતી. જેથી દૂર કરાવવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમને સ્કાપ પરત આપી દેવાયાં હતા.  આમ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓની સૂચનાનું શાળાએ પાલન કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code