Site icon Revoi.in

પાકિસ્તાનમાં વધુ એક કુખ્યાત આતંકવાદી અબ્દુલ અઝીઝ એસારનું ભેદી સંજોગોમાં મોત

Social Share

પંજાબના બહાવલપુર વિસ્તારમાંથી ખૂંખાર આતંકવાદી અબ્દુલ અઝીઝ એસારનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ નથી. અબ્દુલ અઝીઝ ગયા મહિને ભારત વિરોધી રેલીમાં સામેલ થયો હતો અને તેણે USSRની જેમ ભારતને ટુકડાઓમાં વિભાજીત કરવાની વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેના સાથીને વહેલી સવારે તેનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. જોકે, જૈશ-એ-મોહમ્મદના એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની એક પોસ્ટમાં ગોળીબારથી મૃત્યુની શક્યતા નકારી કાઢવામાં આવી છે.

પાકિસ્તાન દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એવા સમાચાર છે કે ભારતને ટુકડાઓમાં વિભાજીત કરવાનું સ્વપ્ન જોનાર આતંકવાદી માર્યો ગયો છે. અહેવાલો અનુસાર, અબ્દુલ અઝીઝ ભારત વિરુદ્ધ લોકોને ઉશ્કેરવામાં અને જૈશ માટે આતંકવાદીઓની ભરતી કરવામાં સક્રિય હતો. તેના મૃત્યુ પછી, જૈશને મોટો ફટકો પડી શકે છે, કારણ કે ભારત પહેલાથી જ ઓપરેશન સિંદૂરમાં ઘણા આતંકવાદીઓને મારી ચૂક્યું છે.

ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાનના આતંકવાદીઓ સતત વિનાશનો સામનો કરી રહ્યા છે. ભારતે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂરમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે અને લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ પછી પણ, પાકિસ્તાનના કોઈને કોઈ ખૂણામાં આતંકવાદીઓ રહસ્યમય રીતે મૃત્યુ પામી રહ્યા છે. જોકે ભારતની સુરક્ષા એજન્સીઓએ આ રહસ્યમય મૃત્યુ માટે કોઈ જવાબદારી લીધી નથી, પરંતુ ભારતના દુશ્મનોને એક પછી એક ખતમ થઈ રહ્યાં છે.