
એલચી સિવાયની મોટી એલચી પણ આરોગ્ય માટે ફાયદા કારક, જાણો કઈ સમસ્યામાં લી શકાય છે ઉપયોગમાં
- મોટી એલચી સ્વસ્થ આરોગ્યનો ખજાનો
- અનેક બિમારીમાં થાય છે તેનો ઉપયોગ
ગરમ મરી મસાલામાં એલચીનું નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ આજે વાત કરીશું મોટા એલચોની, જેને મોટી ઈલાયચી કે મોટી એલચી તરીકે ઓળખવામાં આવે છે, જે અનેક ગુણોથી ભરપુર હોય છે, આરોગ્યને સ્વસ્થ રાખવા માટે અનેક બિમારીને દૂર કરવા તેનો ઉપયોગ થતો હોય છે, મોટી એલચીનો ઉપયોગ તમામ ઘરોમાં ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેના ઉપયોગથી તમે તમારા સ્વાદને જ નહીં પરંતુ તમારા શરીરને પણ ફાયદો થાય છે.
- મોટી એલચીનું સેવન એસિડિટીમાં રાહત આપે છે.
- મોટી એલચી માં લીંબુનો રસ મિક્ષ કરીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરવું ખૂબ જ લાભકારી સાબિત થાય છે
- મોટી એલચી નો પાવડર ચામાં નાખીને તમે પી શકો છો.ચા સ્વાદિષ્ટ બનવાથી સાથે શરદીમાં પણ રાહત મળે છે
- મોટી એલચી ના સેવનથી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટે છે
- ખાસ કરીને મોટી એલચી નું સેવન શરદી, ખાંસી અને ગળાના ચેપમાં પણ ખૂબ ફાયદાકારક ગણાય છે
- એલચી પાવડર થોડું મધ સાથે મિક્સ કરીને દિવસમાં બે વાર ખાવાથી તે શરદી કફનો નાશ કરે છે
- સાંધાના દુખાવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં એલચીનો પાવડર નિયમિતપણે મોટી માત્રામાં પીવાથી ફાયદો થાય છે.અને દૂખાવો પણ મટે છે.
tags:
health