1. Home
  2. ગુજરાતી
  3. વેક્સિનના મિશ્ર ડોઝના અભ્યાસ અને ક્લિનકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ એ આપી મંજૂરી
વેક્સિનના મિશ્ર ડોઝના અભ્યાસ અને ક્લિનકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ એ આપી મંજૂરી

વેક્સિનના મિશ્ર ડોઝના અભ્યાસ અને ક્લિનકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ એ આપી મંજૂરી

0
Social Share
  • વેક્સિનના મિશ્ર ડોઝને પરિક્ષણની મળી મંજૂરી
  • ડીસીજીઆઈ એ અભ્યાસ માટે પરવાનગી આપી

 

દિલ્હીઃ કોરોના વાઈરસ સામે દેશની સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે,ત્યાર હવે બે વેક્સિનના મિશ્રણમાં ભારત એક ડગલું આગળ વધતું જોવા મળ્યું છે, આ મિશ્ર ડોઝ બાબતે હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ પણ કોવાસીન અને કોવિશિલ્ડ રસીના મિશ્રણ પરના અભ્યાસ માટે મંજૂરી આપી દીધી છે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરને આ અભ્યાસ અને ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની જવાબદારી મળવા પાત્ર બની છે.

મીડિયા એહવાલ પ્રમાણે  કેન્દ્રીય દવા નિયમનકારની વિષય નિષ્ણાત સમિતિએ 29 જુલાઈએ જ આ અભ્યાસ હાથ ધરવાનું સૂચન કર્યું હતું.બેઠક દરમિયાન, નિષ્ણાત સમિતિએ CMC, વેલ્લોરને 4થા  તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવા સૂચન કર્યું હતું. આ ટ્રાયલમાં 300 સ્વસ્થ સ્વયંસેવકો પર કોવિડ -19 ની કોવેક્સિન અને કોવિડશીલ્ડ રસીના મિશ્રણની અસરોનું પરીક્ષણ કરવામાં આવશે.

આ અભ્યાસનો હેતુ એ જાણવાનો છે કે શું વ્યક્તિને સંપૂર્ણ રસીકરણ માટે કોવેક્સિનની એક માત્રા અને કોવિશિલ્ડની બીજી માત્રા આપી શકાય છે. આ પ્રસ્તાવિત અભ્યાસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસથી અલગ છે. ICMR એ ઉત્તરપ્રદેશના લોકો પર સંશોધન કર્યું છે જેમને ભૂલથી બે અલગ અલગ કોરોના વિરોધી રસીઓના ડોઝ આપવામાં આવ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code