
શિવભક્ત છો અને શ્રાવણ મહિનામાં ફરવાનો પ્લાન પણ છે? તો આ સ્થળો પર લો મુલાકાત
ભગવાન શિવના ભક્ત આ દુનિયામાં કરોડોની સંખ્યામાં હશે, તે વાતમાં કોઈ શંકા નથી પણ જો વાત કરવામાં આવે એવા શિવભક્તોની કે જેમને શ્રાવણ મહિનામાં ફરવાની પણ ઈચ્છા થતી હોય અથવા ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તે લોકોએ આ સ્થળ પર જરૂરથી ફરવા જવું જોઈએ, કારણ કે આ સ્થળ પર છે શિવજીની સૌથી ઉંચી પ્રતિમાઓ કે જેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે મંગલ મહાદેવની તો આ જગ્યા મોરેશિયસમાં આવેલી છે. ભગવાન મહાદેવની મૂર્તિ મોરેશિયસમાં પણ છે, જેની ઊંચાઈ લગભગ 108 ફૂટ હોવાનું કહેવાય છે. તે ગંગા તળાવની નજીક સ્થિત છે, જેને ગ્રાન્ડ બેસિન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે સમુદ્ર સપાટીથી 1,800 ફીટ છે. તમને જણાવી દઈએ કે મોરેશિયસમાં તે એક મોટું ધાર્મિક સ્થળ છે.
બીજા નંબર પર છે મુરુડેશ્વર- આ મૂર્તિ અરબી સમુદ્રના કિનારે છે અને તેની ઉંચાઈ લગભગ 123 ફૂટ છે. તે ભારતના કર્ણાટકમાં આવેલું છે અને તેનું મંદિર ત્રણેય બાજુઓથી પાણીથી ઘેરાયેલું છે. રામાયણ કાળની પૌરાણિક કથા તેની સાથે જોડાયેલી છે.
આ પછી જો વાત કરવામાં આવે તો આદિયોગી શિવની મૂર્તિ 112 ફૂટ ઊંચી છે. તેની ઊંચાઈને વિશે કહેવામાં આવે છે કે તે મોક્ષ સંબંધિત 112 રીતો વિશે જણાવે છે. આ ધ્યાનલિંગ શિવની તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થિત છે. તે 500 ટન સ્ટીલથી બનેલું છે, જેના પછી તેને Largest Bust Sculpture નો ખિતાબ મળ્યો છે.