
- વાઈસ એડમિરલ બિમલ વર્માએ નિયુક્તિને પડકારી હતી
- આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં દાખલ કરવામાં આવી હતી અરજી
- 31 મેના રોજ 24મા નૌસેના પ્રમુખ બન્યા હતા એડમિરલ કરમબીર સિંહ
- એડમિરલ કરમબીર સિંહ નવેમ્બર-2021 સુધી રહેશે નૌસેના પ્રમુખ

ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહની નિમણૂક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે. આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલે આ અરજીને નામંજૂર કરી છે. નૌસેનાના વાઈસ એડમિરલ બિમલ વર્માએ કરમબીરસિંહની નૌસેનાના પ્રમુખ તરીકેની નિયુક્તિના સરકારના નિર્ણયને આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી દરમિયાન ટ્રિબ્યૂનલે અરજી નામંજૂર કરી હતી.
એડમિરલ કરમબીર સિંહે 31 મેના રોજ 24મા નૌસેના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લીધું હતું. નૌસેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું હતું કે એડમિરલ કરમબીરસિંહ પીવીએસએમ એવીએસએમ એડીસીએ નૌસેનાના સ્ટાફના 24મા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. એડમિરલ લાંબાએ સાઉથ બ્લોકમાં એક સમારંભમાં એડમિરલ કરમબીરસિંહને પ્રભાર સોંપ્યો હતો.
Armed Forces Tribunal dismisses petition filed by Vice Admiral Bimal Verma challenging the appointment of Admiral Karambir Singh as Navy Chief. Verma had challenged the appointment soon after Singh was designated as Navy Chief. (file pic) pic.twitter.com/d05DXtCWnM
— ANI (@ANI) September 16, 2019
ગ્રે ઈગલ એટલે કે સૌથી વરિષ્ઠ નૌસૈનિક વાયુયાન ચાલક એડમિરલ કરમબીર સિંહ એક હેલિકોપ્ટર પાયલટ રહ્યા છે અને ઘણી મહત્વપૂર્ણ કમાનો પર અધિકાર ધરાવે છે. તેમા મહત્વપૂર્ણ ઈસ્ટર્ન કમાન્ડ પણ સામેલ છે. જે પરમાણુ સબમરીનોનું સંચાલન કરે છે. પોતાના પ્રારંભિક દિવસોમાં ચેતક, કોમોવ-25 અને કામોવ-28 હેલિકોપ્ટરનું ઉડ્ડયન કરવાની સાથે એડમિરલ કરમબીર સિંહ 39 વર્ષનો અનુભવ ધરાવે છે. એડમિરલ કરમબીર સિંહ નવેમ્બર-2021 સુધી નૌસેનાના પ્રમુખના પદ પર કાર્યરત રહેશે.