સેના પ્રુખ મનોજ પાંડે અરુણાચલ પ્રદેશ પાસે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકોને મળવા પહોચ્યા
- સેના પ્રમુખ અરુણાચલ પ્રદેશની ચીનને અડીને આવેલી સરહદ એ પહોચ્યા
- સૈનિકો સાથે કરી મુલાકાત
દિલ્હીઃ- ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે આજરોજ સોમવારે વહેલી સવારે જ અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને અતિસંવેદનશીલ વિસ્તારમાં તૈનાત સેનિકો સાથે પણ ખાસ મુલાકાત કરી તેમની સાથએ વાતો કરી હતી. જનરલ પાંડેએ એલએસીની નજીકના સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા પણ કરી હતી.
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ સરહજ પાસેના તમામ એકમો અને રચનાઓની મુલાકાત લીધી હતી. તેમને ઓપરેશનલ તૈયારીઓ અને સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. આર્મી ચીફે ભારતીય સૈનિકોની તીક્ષ્ણ તકેદારી જાળવવા બદલ પ્રશંસા કરી હતી અને સમાન ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે આહ્વાન કર્યું હતું.
જનરલ પાંડેની નિર્ણાયક કમાન્ડની મુલાકાત અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LAC સાથેના વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણને પગલે મહત્વપૂર્મ માનવામાં આવે છે. ઈસ્ટર્ન કમાન્ડ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ સેક્ટરમાં LACની સંભાળ રાખે છે. ગયા અઠવાડિયે આર્મી ડેના અવસર પર, જનરલ પાંડેએ કહ્યું હતું કે ભારતીય સેના એલએસી સાથે મજબૂત સંરક્ષણ મુદ્રા જાળવી રહી છે.