
કેમલ ફ્લૂ કોરોના જેટલો જ ખતરનાક, ફૂટબોલ વર્લ્ડ કપ વચ્ચે કતારમાં એલર્ટ
દિલ્હી:ખાડી દેશ કતારમાં ફિફા વર્લ્ડ કપ દરમિયાન નવી મહામારી ફેલાવાનો ખતરો છે. આ નવો રોગચાળો કેમલ ફ્લૂ હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિષ્ણાતોએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. કેમલ ફ્લૂને મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) પણ કહેવાય છે. તેનાથી 12 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે.
એક અભ્યાસમાં કહેવાયું છે કે,કેમલ ફ્લૂ એ આઠ સંભવિત ચેપના જોખમોમાંથી એક છે જે ચાર અઠવાડિયા લાંબા ચાલનાર વર્લ્ડ કપને જોખમ છે.જેમાં કોરોના અને મંકીપોક્સનો સમાવેશ થાય છે.
MERS નો પહેલો કેસ 2012 માં સાઉદી અરેબિયામાં નોંધાયો હતો.તે શ્વસન સંબંધી વાયરસ છે. આ વાયરસ મનુષ્ય અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે છે.આ રોગ ઉંટ દ્વારા મોટા પાયે ફેલાય છે.
ડબ્લ્યુએચઓએ તાજેતરમાં કેમલ ફ્લૂને વાયરસની યાદીમાં મૂક્યો છે જે રોગચાળામાં પરિવર્તિત થવાની સંભાવના ધરાવે છે.સંસ્થાના જણાવ્યા અનુસાર, કેમલ ફ્લૂથી સંક્રમિત થનારા એક તૃતીયાંશ લોકો એટલે કે લગભગ 35 ટકા મૃત્યુ પામે છે.