Site icon Revoi.in

બીઝેડ ગૃપની ગ્રોમર શાળાના 350 જેટલાં શિક્ષકો-કર્મચારીઓ પગારથી વંચિત

Social Share

અમદાવાદઃ બીઝેડ ગૃપના રૂપિયા 6000 કરોડના કૌભાંડમાં બીઝેડ ગૃપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડીએ ગત રાતે ધરપકડ કરી હતી. ભૂપેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાયા બાદ તે ભાગતા ફરતા હતા. અને કોર્ટમાંથી આગોતરા જામીન રદ થયા બાદ સીઆઈડીએ ભૂપેન્દ્રસિંહની ધરપકડ કરી છે. દરમિયાન બીઝેડ ગૃપ દ્વારા સંચાલિત ગ્રોમર ઈન્સ્ટીટ્યુટના 350 જેટલા શિક્ષકો, કર્મચારીઓને એક મહિનાથી પગાર મળ્યો નથી. ભૂપેન્દ્રસિંહના બેન્ક ખાતા સીઆડીએ સીઝ કરેલા છે.  એટલે શિક્ષકોનો પગાર થઈ શખે તેમ નથી આથી શિક્ષકોએ સરકાર માટે મદદ માગી છે.

BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. આ કેસમાં અનેક આરોપીઓ પકડાયા છે, મુખ્ય આરોપી અને BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પણ ગત રાતે ધરપકડ કરવામાં આવી છે.  ભૂપેન્દ્રના BZ ગ્રુપ દ્વારા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટને ખરીદવામાં આવ્યું હતું. હવે ગ્રોમોર કેમ્પસના શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. આ શિક્ષકોનો આક્ષેપ છે કે, 350 જેટલા કર્મચારી-શિક્ષકોને છેલ્લા એક મહિનાથી પગાર ચૂંકવાયો ન હોવાથી ગુજરાન ચલાવામાં હાલાકી પડી રહી છે. આ મામલે શિક્ષકોએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે. BZ ગ્રુપ દ્વારા ખરીદાયેલા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકો-કર્મચારીઓની મુશ્કેલી વધી છે. ગ્રોમર કેમ્પસમાં 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 350 જેટલા શિક્ષકો-કર્મચારીઓનો સ્ટાફ છે. ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટના કેટલાક શિક્ષકોએ રાજીનામું આપ્યું છે, તો અન્ય શિક્ષકો પણ રાજીનામા આપી રહ્યા છે.  ઇન્સ્ટિટ્યૂટના ખર્ચા અને પગારમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની માતાની સહી હોવાથી પગારધોરણની કામગીરી અટકી ગઈ છે. બીજી તરફ, પગારથી વંચિત શિક્ષકોએ શિક્ષણ વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

સીઆઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ  સમગ્ર મામલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું છે. CIDની ટીમ દ્વારા ભૂપેન્દ્રના મોટાભાઈ રણજીતની ધરપકડ કરી છે.

Exit mobile version