Homeગુજરાતીભારતપેના એમડી-ડાયરેક્ટર પદેથી અશનીર ગ્રોવરે આપ્યું રાજીનામું  - જાણો શું આપ્યું કારણ

ભારતપેના એમડી-ડાયરેક્ટર પદેથી અશનીર ગ્રોવરે આપ્યું રાજીનામું  – જાણો શું આપ્યું કારણ

  • ભારતપેના એમડી એ આપ્યું રાજીનામું
  • આમ કરવા માટે મને જમબૂર કરવામાં આવ્યો છે

 

બેંગલુરુ: ફિનટેક કંપની BharatPey ના કોફાઉન્ડર અશનીર ગ્રોવરે બે મહિનાની લાંબી ચર્ચાઓમાં રહ્યા બાદ આખરે કંપની અને બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. ગ્રોવરે કંપનીના બોર્ડને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે તેની બદનામી થઈ છે અને તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં એક ઓડિયો ક્લિપ ગ્રોવરની મુશ્કેલીઓમાં વધારો કરી રહી હતી અને આખરે તેને તેણે સ્થાપેલી કંપની છોડવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ તમને માધુરી જૈનનાં ફંડનાં દુરુપયોગનાં આરોપમાં મેં હેન્ડ ઓફ ધ કંટ્રોલનાં પદથી ટર્મિનેટ કરવામાં આવ્યા હતા.વાતજાણે એમ છે કે આ વર્ષની શરૂઆતમાં એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રોવર કોટક મહિન્દ્રા બેંકના કર્મચારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો હતો. આ કારણે મામલો એટલો વકર્યો કે ગ્રોવરને રજા આપવામાં આવી. તેણે ઈમેલમાં લખ્યું, ‘હું આજે ભારે હૃદયથી લખી રહ્યો છું કે મેં બનાવેલી કંપનીને અલવિદા કહેવા માટે મને મજબૂર કરવામાં આવી રહ્યો છે. આજે હું ગર્વથી કહી શકું છું કે આ કંપની ફિનટેકની દુનિયામાં અગ્રેસર છે.

ગ્રોવરે કહ્યું કે કમનસીબે 2022ની શરૂઆતથી જ મારી અને મારા પરિવાર પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આરોપો એવા લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે જેઓ માત્ર મારી ઇમેજ જ નહીં પરંતુ કંપનીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડવા માગે છે.

ગ્રોવરે કંપનીની કામગીરીની સમીક્ષા માટે સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરને અપીલ કરી હતી પરંતુ ગયા અઠવાડિયે તેને ફગાવી દેવામાં આવી હતી. ગ્રોવરે તેમના રાજીનામામાં કંપનીના બોર્ડ પર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સત્યથી દૂર છે અને વ્યવસાયને ભૂલી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગ્રોવરે એક વાતચીતમાં ગવર્નન્સ રીવ્યૂ શરુ કરવા પાછળ બોર્ડનાં ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. ગ્રોવરે અલવારેજ એંડ માર્સલ દ્વારા કરવામાં આવેલ ઓડિટની અડધી રિપોર્ટ મીડિયામાં લીક થવા પર આકરા સવાલો ઉઠાવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular