
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપઃ ભારતે બે સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક જીત્યા
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતે પાંચ મેડલ જીત્યાં હતા. જેમાં બે સુવર્ણ અને 3 રજત ચંદ્રકનો સમાવેશ થાય છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ગિરીશ ગુપ્તાએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક અને દેવ પ્રતાપે રજત ચંદ્રક જીત્યો છે. ગિરીશે ફાઈનલમાં 241.3 પોઈન્ટ અને દેવ પ્રતાપે 238.6 પોઈન્ટ મેળવ્યા હતા. ભારતે પહેલા દિવસે બે સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક જીત્યા હતા. જુનિયર મેન્સ એર પિસ્તોલમાં કપિલ બૈંસલાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. કપિલે સિનિયર અને જુનિયર મેન્સ ટીમ સ્પર્ધામાં પણ રજત ચંદ્રક જીત્યા હતા.
અગાઉ, કપિલે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. ભારતના જોનાથન ગેવિન એન્ટનીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. કપિલ, જોનાથન અને વિજય તોમરની ટીમે રજત ચંદ્રક જીત્યો હતો. સિનિયર મેન્સ કેટેગરીમાં, અનમોલ જૈન, આદિત્ય માલરા અને સૌરભ ચૌધરીની ટીમે રજત ચંદ્રક જીત્યો હતો. ચેમ્પિયનશિપના બીજા દિવસે આજે મહિલા એર પિસ્તોલ ઇવેન્ટના ફાઇનલ મેચ યોજાશે.