1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: ચટગાંવમાં ઘરો સળગાવ્યા
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: ચટગાંવમાં ઘરો સળગાવ્યા

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: ચટગાંવમાં ઘરો સળગાવ્યા

0
Social Share

ઢાકા, 24મી ડિસેમ્બર 2025: Atrocities on Hindus in Bangladesh બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં ચટગાંવમાં અનેક હિંદુ પરિવારોના ઘરોને નિશાન બનાવી આગ ચાંપવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ હિંસાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જીવ બચાવવા માટે પરિવારોએ પોતાના જ ઘરની વાડ કાપીને ભાગવું પડ્યું હતું.

  • વાડ કાપીને જીવ બચાવવા મજબૂર બન્યા પરિવારો

ચટગાંવમાં બનેલી આ ઘટનામાં જયંતી સંઘ અને બાબુ શુકુશીલ નામના વ્યક્તિઓના પરિવારો ભોગ બન્યા છે. હુમલાખોરોએ ઘરના દરવાજા બહારથી બંધ કરી આગ લગાવી દીધી હતી. આગની જ્વાળાઓ વચ્ચે ફસાયેલા પરિવારે જીવ બચાવવા માટે ઘરની વાડ કાપીને બહાર નીકળવું પડ્યું હતું. આ આગમાં ઘરની તમામ મિલકતો રાખ થઈ ગઈ છે અને મૂંગા પશુઓના પણ કરુણ મોત નીપજ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પીડિતોને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.

  • 7વર્ષની બાળકીને જીવતી સળગાવી દેવાઈ

લક્ષ્મીપુર સદરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે. 19 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા તત્વોએ એક હિંદુ ઘરને બહારથી તાળું મારી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ અગ્નિકાંડમાં 7 વર્ષની માસૂમ બાળકી જીવતી ભૂંજાઈ ગઈ હતી, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે.

  • ખોટા આરોપ લગાવી યુવકની હત્યા

ઢાકા પાસે આવેલા ભાલુકામાં 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર નામના હિંદુ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. દીપુ પર ફેસબુક દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાનો ખોટો આરોપ લગાવી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે ફેસબુક પર આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નહોતી અને આ હત્યા ફેક્ટરીમાં કામકાજના વિવાદને કારણે કરવામાં આવી હતી.

  • તસ્લીમા નસરીને વીડિયો દ્વારા વિશ્વનું ધ્યાન દોર્યું

પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર આ હિંસાના વીડિયો શેર કરીને વિશ્વ સમક્ષ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનાઓને પગલે સ્થાનિક હિંદુઓમાં ભારે ફાળ અને ફફડાટ વ્યાપેલો છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં વિદેશી ડ્રોન પર પ્રતિબંધ, ચીની કંપનીને જોરદાર ફટકો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code