Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલી ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ બદલાવને લઈને રાજપત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય એકનાથ શિંદે સરકાર દ્વારા ઔરંગાબાદ શહેરનું નામ બદલવાનીને છત્રપતિ સંભાજીનગર કરવાના નિર્ણયના 3 વર્ષ પછી કરવામાં આવ્યો છે.

પૂર્વે આ શહેરનું નામ પહેલા મુગલ બાદશાહ ઔરંગજેબના નામ પર હતું. હવે તેનું નામ મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના સન્માનમાં બદલાયું છે. ઔરંગાબાદ શહેરના નામ બદલવાની પહેલ ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વવાળી MVA સરકાર દ્વારા કરવામાં આવી હતી. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, 15 ઑક્ટોબર 2025 ના રોજ ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ સરકાર દ્વારા ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે રાજપત્રની જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

ઔરંગાબાદ રેલવે સ્ટેશન 1900માં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તેનું નિર્માણ હૈદ્રાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાન દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશન જિલ્લાનું એક મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ હબ છે અને હવે આ નામ બદલવાથી તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વધુ ઉજાગર થશે.