1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપ સેમિ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે આપ્યો પરાજય,
વર્લ્ડકપ સેમિ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે આપ્યો પરાજય,

વર્લ્ડકપ સેમિ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે આપ્યો પરાજય,

0
Social Share

કોલકાત્તાઃ  આઈસીસી વર્લ્ડકપ-2023ની બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ જંગ ખેલાશે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 215 રન બનાવી મેચ જીતી લીધી હતી.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. આ પાંચમી વખત છે જ્યારે આફ્રિકન ટીમ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હારી છે. ગુરુવારે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ 49.4 ઓવરમાં 212 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ મિલરે સૌથી વધુ 101 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે 6 ઓવરમાં 60 રન બનાવ્યા હતા. રબાડાએ છઠ્ઠી ઓવરમાં 21 રન આપ્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમાએ સાતમી ઓવરમાં એક ફેરફાર કર્યો અને એડન માર્કરમને વોર્નરની વિકેટ મળી. અહીંથી સાઉથ આફ્રિકાએ કમબેક કર્યું હતું અને મિચેલ માર્શ પણ આઠમી ઓવરમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા છેલ્લી 4 ઓવરમાં માત્ર 14 રન બનાવી શક્યું હતું અને દક્ષિણ આફ્રિકાને 2 વિકેટ મળી હતી.

કોલકાતામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ મિલરે 101 રનની સદીની ઇનિંગ રમી હતી. તેણે પોતાની પ્રથમ વર્લ્ડ કપ સદી ફટકારી હતી. મિલરે પોતાની સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. તે વર્લ્ડ કપ નોકઆઉટમાં સાઉથ આફ્રિકાનો ટોપ સ્કોરર પણ બની ગયો છે. આ પહેલા ફાફ ડુ પ્લેસિસે ઓકલેન્ડમાં 2015 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 82 રન બનાવ્યા હતા. મિલર સિવાય હેનરિક ક્લાસેન 47 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડને 2-2 વિકેટ મળી હતી.

મિડલ ઓવર્સમાં શરૂઆતની ઓવરોમાં દક્ષિણ આફ્રિકાના બેટર્સ દબાણમાં જોવા મળ્યા હતા. 12મી ઓવરમાં 24 રનમાં ચોથી વિકેટ ગુમાવ્યા બાદ હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે દાવને આગળ ધપાવ્યો હતો. બંનેએ 31મી ઓવર સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન ક્લાસેન અને મિલરની જોડીએ 95 રનની ભાગીદારી કરીને આફ્રિકાના દાવને આગળ ધપાવ્યો હતો. આફ્રિકન ટીમ દબાણમાંથી બહાર આવી રહી હતી જ્યારે 31મી ઓવરમાં આવેલા ટેવિસ હેડે સતત બે વિકેટ લઈને ફરીથી દબાણ સર્જ્યું હતું. તેણે ક્લસેનને આઉટ કરીને 95 રનની ભાગીદારી તોડી અને પછી માર્કો જેન્સનને શૂન્ય પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આવી સ્થિતિમાં, મિલરે રન બનાવવાની જવાબદારી લીધી અને તેની ODI કારકિર્દીની 25મી ફિફ્ટી પૂરી કરી. મિડલ 30 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. 40 ઓવર પછી આફ્રિકન ટીમનો સ્કોર 156/6 હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code