
ઓસ્ટ્રેલિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સ્થગિત,કિવી ટીમ માટે કોરોના બન્યો મોટી સમસ્યા
- ઓસ્ટ્રેલિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સ્થગિત
- કિવી ટીમ માટે કોરોના બન્યો મોટી સમસ્યા
- ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ માર્ચમાં શરૂ થવાનો હતો
મુંબઈ:ઓસ્ટ્રેલિયા આવતા મહિને ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાના હતા.જો કે આ સિરીઝ મુલતવી રાખવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,ન્યુઝીલેન્ડની ટીમ પાસે ખેલાડીઓને અલગ રાખવા માટે જગ્યા ન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.એવામાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મળીને સિરીઝ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ માર્ચમાં શરૂ થવાનો હતો.
ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ એ આશા સાથે નક્કી કરવામાં આવ્યો હતો કે, ત્યાં સુધીમાં ન્યુઝીલેન્ડ સરકાર ઓસ્ટ્રેલિયાથી આવતા લોકો માટે MIQ નિયમો હળવા કરશે, પરંતુ આવું થયું નથી.ઓસ્ટ્રેલિયાને આ પ્રવાસ તેમજ ટેસ્ટ સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવો પડ્યો હતો.
જો કે, આ સિવાય ન્યૂઝીલેન્ડના બાકીના શેડ્યૂલમાં કોઈ ફરક પડશે નહીં.ન્યુઝીલેન્ડ હાલમાં ભારતીય મહિલા ટીમની યજમાની કરી રહ્યું છે. એક T20 મેચ ઉપરાંત બંને ટીમો વચ્ચે પાંચ વનડે મેચોની સિરીઝ પણ રમાવાની છે.જે બાદ તે મહિલા વર્લ્ડ કપનું પણ આયોજન કરશે. જ્યારે પુરુષ ટીમ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે સિરીઝ રમશે.