
અવનવા પ્લાન્ટ અને ફ્લાવર પોર્ટ તમારા ઘરના ડાઈનિંગ એરિયાથઈ લઈને ગેલેરીની શોભામાં કરે છએ વધારો
- ઘરને શુશોભીત કરવા ફુલછોડનો કરો ઉપયોગ
- ઘરમાં લગાવો વેલ ઘર દેખાશે આકર્ષિત
દરેકને પોતાના ડ્રીમ હાઉસને સુંદર અને આકર્શક બનાવાનું સપનું હોય છે, ઘર એટલે પૃથ્વીનો છેળો,,,, અથવા પૃથ્વી નો છેળો ઘર…આ કહેવત આપણે સાંભળતા આવ્યા છીએ .ખરેખર જ્યા આવીને આવીને આનંદની અનુભુતિ થાય છે અને દિવસ ભરનો થાક ઉતરે છે તે એટલે આપણું ઘર. જો આપણું ઘર વધુ સુંદર અને શુશોભીત હોય તો આ આનંદ બેગણો બની જાય છે,જેટલું ઘર ચોખ્ખુ સાફ અને સુંદર દેખાશે તેટલી જ રહેવાની પણ મજા આવે છે,
તો ચાલો આપણે વાત કરીએ ઘરને સુંદર બનાવતી અવનવી છોડ અને વેલની, જે ઘરના આંગણામાં ,ઘરની બહાર કે ઘરની અંદર લગાવીને આપણે ઘરની શોભા વધારી શકીએ છીએ, અને આ વેલથી તમારા ઘરનો લૂક એકદમ અહલાદક બને છે,ઘરમાં વેલ એટલા માટે સારી લાગે છે કે ઘણી વેલોમાં સુંદર ફુલો આવે છે જેનાથઈ ઘર શુશોભીત બને છે.
ગુલાબનો છોળ –
ગુલાબ સૌ કોઈનપં પ્રિય ફુલ છે, તેને તમે ઘરની બારીઓ પર અને ટેસેર કે ગેલેરીમાં કુંડામાં ઉગાડી શકો છો, તેને સુર્યપ્રતાશની જરુર હોય છે જેથી જ્યા સુર્ય પ્રકાશ આવતો હોય તેવી જગ્યાએ લગાવી ઘરની શોભા વધારી શકો છો.
બોગૈનવિલેઆ વેલ –
બોગૈનવિલેઆ એક પ્રકારની વેલનો પ્રકાર છે જ વિચિત્ર વાતાવરણના આધારે અર્ધ-પાનખર અથવા પાનખર છોડ કહી શકાય છે. તેના ફૂલોખૂબ નાના, સફેદ-પીળા રંગના હોય છે, આ સાથે જ તેના કાટરા ખૂબ સુશોભિત હોય છે, અને ગુલાબી, લાલ, નારંગી અથવા સફેદ હોઈ શકે છે. તે અર્ધ શેડ અથવા સંપૂર્ણ સૂર્યમાં વધે છે,જેથી તેને ઘરમાં જ્યા ઓછો પ્રકાશ આવતો હોઈ ત્યા પણ લગાવી શકાય છે.અને ઘરની શોભા વધારી શકાય છે.
જાસમિન –
જાસ્મિનમ, ખૂબ જ લોકપ્રિય વેલ છે. તેના સફેદ ફૂલો એક સરસમજાની સુગંધ ફેલાવે છેઆ વેલ સદાબહાર વેલ છે જેને ગરમ હવામાન અનુકુળ આવે છે, ખૂબ જ હળવા અને સીધા સૂર્યથી સુરક્ષિત એવા વિસ્તારમાં લગાવી શકાય છે,તે ઘરની અંદર રહેવા માટે ખૂબ જ યોગ્ય છે, પ્રકાશ આવતો હોય તેવી જગ્યાએ તેને લસગાવી શકાય છે.
તુલસી –
તમે ઘરના આંગણાને શુશોભીત કરવા માટે તુલસી પસંદ કરી શકો છો તે ઘાર્મિક રીતે તો મહત્વ ઘરાવે છે પરંતુ તેની સુંગઘ પણ ઘરના વાચાવરણને સારુ બનાવે છે અને આંગણ કે અગાસીની શોભા વધારે છે.
ક્રિસમસ ટી-
આ છોળને તડકાની જરુર હોતી નથી એટલે તમે ઘરની હોલની સુંદરતા વધારવા માટે આ છોળનો ઉપયોગ કરી શકો છો, બે સોફા વચ્ચે પડતી જગ્યાને આ છોળનું કુંડું મૂકીને કવર કરી હોલની કે લિવીંગ રુમની શોભા વધારી શકો છો.