1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘એન એક્શન હિરો’નું એક્શનથી ભરપુર ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘એન એક્શન હિરો’નું એક્શનથી ભરપુર ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘એન એક્શન હિરો’નું એક્શનથી ભરપુર ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

0
Social Share
  • એન એક્શન હિરોનું ટ્રેલર રિલીઝ
  • આયુષ્માન ખુરાનાની ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપુર 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના હંમેશા સમાજને કંઈક મેસેજ આપી જાય એવી જૂદા જૂદા વિષયોની ફિલ્મ લઈને આવે છે,તેમણે શુભ મંગલમ સાવધાન, બરેલી કી બરફી, ડ્રિમ ગર્લ, બાલા, દમ લગાકે હાઈસા,વિકી ડોનર જેવી ફિલ્મો આપી છે જો કે આયુષ્માન ખુરાના હવે આ હટકે ઈમેજમાંથી બહાર આવીને એક્શન હિરો તરીકે જોવા મળ્યા છે જી, હા તેમની અપકમિંગ ફિલ્મ એન એક્શન હિરોનું ધમાકેદાર ટ્રેલર આજરોજ રિલીધ કરવામાં આવ્યું છે.

જો ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પર હત્યાનો આરોપ છે સાથે જ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘એન એક્શન હીરો’ 2 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આયુષ્માનની આ પહેલી ફિલ્મ છે, જેમાં તે એક્શન કરતો જોવા મળશે. આયુષ્માન ખુરાના છેલ્લે ફિલ્મ ‘ડૉક્ટર જી’માં જોવા મળ્યો હતો. આયુષ્માન ખુરાના ઉપરાંત જયદીપ અહલાવત પણ ફિલ્મ ‘એન એક્શન હીરો’માં જોવા મળવાના છે.

આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે સાથે જ અક્ષય કુમારનો કેમિયો જોવા મળશે. બીજી તરફ આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં આયુષ્માન સાથે અનન્યા પાંડે જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code