1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણા વર્ષ-૨૩ના પ્રથમ છ માસિક પરિણામ જાહેર કર્યું
અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણા વર્ષ-૨૩ના પ્રથમ છ માસિક પરિણામ જાહેર કર્યું

અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણા વર્ષ-૨૩ના પ્રથમ છ માસિક પરિણામ જાહેર કર્યું

0
Social Share

અમદાવાદ ૧૧ નવેમ્બર, ૨૦૨૨: વિવિધ ઔદ્યોગિક વ્યવસાયો સાથે સંકળાયેલા અદાણી સમૂહના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)  ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે.

કામગીરીનો દેખાવ:નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળો: 

Particulars Quarterly performance Half Yearly performance
Q2 FY23 Q2 FY22 % Change H1 FY23 H1 FY22 % Change
Operational Capacity 6,724 5,410 24% 6,724 5,410 24%
–          Solar 4,763 4,763 4,763 4,763
–          Wind 971 647 50% 971 647 50%
–          Solar-Wind Hybrid 990 990
           
Sale of Energy

(Mn units) 1

3,067 1,901 61% 6,618 3,954 67%
–          Solar 2,327 1,430 63% 5,078 3,080 65%
–          Wind 429 471 -9% 1,092 874 25%
–          Solar-Wind Hybrid 311 448
 
Solar portfolio CUF (%) 22.1% 21.4% 24.3% 23.2%
Wind portfolio CUF (%) 27.3% 42.9% 36.6% 40.7%
Solar-Wind Hybrid (%) 34.3% 36.6%

 નાણાકીય વર્ષ-૨૩ના પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળામાં ૨૬.૩%ની CUF ધરાવતા ઉચ્ચ-ગુણવત્તાવાળા SB એનર્જી પોર્ટફોલિયોના સંકલન સાથે સૌર CUF અને ઊર્જાના વેચાણમાં સુધારો થયો છે. ગુજરાતમાં ૧૫૦ મેગાવોટના પ્લાન્ટ માટેની ટ્રાન્સમિશન લાઇન (ફોર્સ મેજ્યુર)માં એક વખતના વિક્ષેપના કારણે મુખ્યત્વે સમગ્ર વિન્ડ પોર્ટફોલિયો CUF અને ઊર્જાના વેચાણમાં ઘટાડો થયો છે. આ સમયના બીજા ક્વાર્ટરમાં આ ઘટનાની અસર એકંદર કામગીરીની ક્ષમતાના અપેક્ષિત વાર્ષિક ઉત્પાદનના ૦.૪% થવાની ધારણા છે. ૧૫૦ મેગાવોટના ઉપરોક્ત પ્લાન્ટને બાદ કરતાં વિન્ડ પોર્ટફોલિયો CUF સમાન અર્ધ વાર્ષિક સમયગાળામાં ૪૧.૦%ની મજબૂત સપાટી પર છે.

હાલમાં કાર્યરત કરવામાં આવેલા નવા ૯૯૦ મેગાવોટના સૌર-પવન હાઇબ્રિડ પ્લાન્ટ્સમાં બાયફેસિયલ પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકિંગ (HSAT) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સૂર્યમાંથી વધુમાં વધુ ઉર્જા મેળવવાની સાથો સાથ ટેક્નોલોજીની રીતે અદ્યતન વિન્ડ ટર્બાઇન જનરેટર્સ ઉચ્ચ હાઇબ્રિડ CUF તરફ દોરી જાય છે. કાર્યરત કરવામાં આવેલા નવા પ્લાન્ટ્સનું સંચાલન અદાણી ગ્રૂપના બુદ્ધિગમ્ય ‘એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર’ (ENOC) પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે, જેણે તેની તકનીકી ક્ષમતા પુરવાર કરવા સાથે ભારતમાં વિવિધ સ્થળોએ તેના સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયો માટે શ્રેષ્ઠ ઓપરેશનલ કામગીરી હાંસલ કરવામાં કંપનીને મદદ કરી છે. 

નાણાકીય કામકાજ:નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળો: (Rs.Cr)

Particulars Quarterly performance Half Yearly performance
Q2 FY23 Q2 FY22 % Change H1 FY23 H1 FY22 % Change
Revenue from Power Supply 1,107 834 33% 2,435 1,682 45%
             
EBITDA from Power Supply 2 1,131 787 44% 2,396 1,577 52%
EBITDA from Power Supply (%) 91.4% 93.6%   91.6% 93.1%  
           
Cash Profit 3 601 401 50% 1,281 859 49%

,૩૧૫ મેગાવોટના ગ્રીનફિલ્ડ કમિશનિંગ અને SB એનર્જીના ૧,૭૦૦ મેગાવોટના ઓપરેટિંગ પોર્ટફોલિયોના સંકલનના કારણે આવકમાં નક્કર વૃદ્ધિ થઇ છે. ઉપરાંત સૂક્ષ્મ કક્ષા અને ઓટોમેટેડ એલર્ટ્સ સુધીની માહિતીની પહોંચ ધરાવતી અત્યાધુનિક ENOC અમારા સમગ્ર રીન્યુએબલ પોર્ટફોલિયોના રિયલ ટાઈમ મોનિટરિંગને સક્ષમ કરે છે સંચાલન અને જાળવણીને દોરી જતો આ એનાલિટિક્સ અભિગમના પરિણામે પ્લાન્ટ મહત્તમ ઉપલબ્ધ રહેતો હોવાથી ઉંચુ વીજ ઉત્પાદન અને ઉંચી આવક થાય છે. તદુપરાંત સંચાલન અને જાળવણીના ખર્ચમાં કાપ મૂકવામાં મદદ મળતી હોવાના પરિણામે EBITDAના ઉંચા માર્જીનમાં પણ સંગીન સક્ષમતા હાંસલ થાય છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી વિનીત એસ. જૈને પોતાની ટીમની પ્રસંશા કરી ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી ટીમે અસરકારકતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરીને ભારતના પ્રથમ અને વિશ્વના સૌથી મોટા ૯૯૦ મેગાવોટના સૌર-પવન હાઇબ્રિડ ક્લસ્ટર તેમજ મધ્યપ્રદેશના ૩૨૫ મેગાવોટના સૌથી મોટા વિન્ડ પ્લાન્ટને ઝડપથી વિકસાવીને કાર્યરત કરીને આદર્શ સંઘ બળનો પૂરાવો આપ્યો છે. સૌથી સસ્તાં ગ્રીન ઈલેક્ટ્રોન પહોંચાડવા ઉપર અમેે લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ઓછા ખર્ચે મહત્તમ વીજળી ઉત્પાદન કરવા માટે નવીનતમ અને સૌથી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવાના અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કેટલીક સૌથી મોટી વૈશ્વિક યુટીલિટીઝ અને RE પ્લેયર્સ કરતાં અમોને મોખરે રાખતા વૈશ્વિક સ્તરે સુવિખ્યાત ESG રેટિંગ્સમાં અમારું સ્થાન લાંબાગાળાના ટકાઉ ભવિષ્ય અને કંપનીમાં અપનાવવામાં આવી રહેલા સુશાસનના ઉચ્ચતમ ધોરણો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો બીજો પુરાવો છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code