આયુષ્માન ભારત યોજના આ વર્ષે જુલાઈથી પશ્ચિમ બંગાળમાં શરૂ થશે
નવી દિલ્હી, 24 મે 2026: Ayushman Bharat Yojana આયુષ્માન ભારત યોજના આ વર્ષે જુલાઈથી પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકાતામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે વર્ચ્યુઅલ મીટિંગ બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની આરોગ્ય યોજના, “સ્વાસ્થ્ય સાથી” હેઠળના હાલના લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજનામાં સમાવવામાં આવશે.
આયુષ્માન ભારત આરોગ્ય મંદિર અંગેના સમજૂતી કરાર પર આવતા મહિને નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા હાલના 117 થી વધારીને 469 કરવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે અલીપુરદ્વાર, કાલિમપોંગ અને દક્ષિણ દિનાજપુર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો ખોલવા અને ઉત્તર બંગાળ માટે એક નવી એઈમ્સ ખોલવાનો પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે.
વધુ વાંચો: આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ નેશનલ બોર્ડ ઓફ મેડિકલ સાયન્સના 23મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો


