1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડના ફ્રોડ કેસમાં BOBના કર્મચારીની ધરપકડ
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડના ફ્રોડ કેસમાં BOBના કર્મચારીની ધરપકડ

RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડના ફ્રોડ કેસમાં BOBના કર્મચારીની ધરપકડ

0
Social Share

અમદાવાદ, 24 મે, 2026 : BOB employee arrested in Rs 8.70 crore fraud શહેરના કાળુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડના ફ્રોડ કેસમાં પોલીસે બેન્કના કર્મચારીને ઝડપી લીધો છે. RBIની જોઈન્ટ કરન્સી ચેસ્ટમાં જોઈન્ટ કસ્ટોડીયન તરીકે કામ કરતા કર્મચારીએ કરોડો રૂપિયાની ચોરી કર્યા બાદ આરોપીએ અમદાવાદમાં બે કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ કબજે કરી છે. આરોપીની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે.

અમદાવાદના કાળુપુર વિસ્તારની ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બેંકમાં RBI દ્વારા કરન્સી ચેસ્ટ (મોટી તિજોરી) રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલવામાં આવે છે. આ કરોડોની રોકડના હિસાબ માટે મુખ્ય કસ્ટોડિયન તરીકે સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) કાર્યરત હતા.બેંકમાં ઓડિટ કરવાનો સમય આવ્યો અને નવા કસ્ટોડિયનોએ તપાસ કરી ત્યારે રૂપિયા 500ના દરની કુલ 174 રીલ (બંડલો) ઓછી જોવા મળી હતી. જેની કુલ કિંમત 8.70 કરોડ રૂપિયા થતી હતી. બેંક સત્તાવાળાઓએ તાત્કાલિક સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, ગત 13 જાન્યુઆરીના રોજ આરોપી હરસિદ્ધ કડિયાર બેંકમાંથી કેટલાક બોક્સ લઈને બહાર જઈ રહ્યો હતો. તે સમયે તેણે અન્ય સ્ટાફને એવું બહાનું આપ્યું હતું કે, આ બોક્સમાં ભંગાર ભરેલો છે અને તે ભંગાર બહાર ફેંકવા જઈ રહ્યો છે.ગત 13 એપ્રિલના રોજ તેણે ચીફ મેનેજરને તબિયત ખરાબ હોવાનો મેસેજ કરીને એક દિવસની રજા લીધી. તે પછી વધુ 5 દિવસની મેડિકલ લીવ લીધી અને ત્યારબાદ 20 એપ્રિલથી ગાયબ થઈ ગયો હતો.

BOBની ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ઝોન 3 એલસીબી સ્કોડના PSI V.H રાઠોડની ટીમે આરોપીને સોલા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આ કેસનો આરોપી સોલામાં ઔડાના મકાનમાં રોકાયો હતો. ઔડાના મકાનની નીચે પાર્ક કરેલી આર્ટિકા કારમાંથી પોલીસને 2.20 કરોડ રોકડ પણ મળી આવી હતી જે આરોપીએ ચોરી કરી હતી.આરોપીની ધરપકડ કરીને 2.20 કરોડ,આર્ટિકા કાર અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code