Homeગુજરાતીગુજરાતમોરબીના પીપળિયા ચોકડી નજીક ટ્રકે બોલેરો કારને ટક્કર મારતા 2નાં મોત, 8ને...

મોરબીના પીપળિયા ચોકડી નજીક ટ્રકે બોલેરો કારને ટક્કર મારતા 2નાં મોત, 8ને ઈજા

મોરબી, 22 ઓક્ટોબર, 2026 :  2 killed as truck hits Bolero car રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે . ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મોરબીના પીપળિયા ચોકડીથી બરવાળા જતા રોડ પર સર્જાયો હતો. ગત રાત્રિના સમયે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે શ્રમિકો ભરેલી બોલેરો પીકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં 2 યુવાનોના રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. જ્યારે 3 બાળકો સહિત અન્ય 8 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રકચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, મોરબીના પીપળિયા ચોકડીથી બરવાળા તરફ જતા રોડ પર રાતના સમયે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવેલી ટ્રકે બોલેરો વાનને અડફેટે લીધી હતી. બોલેરો વાનમાં પરત ફરી રહેલા શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા હતા. બોલેરો વાનના ઈજાગ્રસ્ત તમામ શ્રમિકોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યા મહેન્દ્રભાઈ મોવેલ અને શંકરભાઈ અજનાર નામના બે યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તો રાકેશભાઈ મોવેલ, બાબુભાઇ મોવેલ, દરબાર વાસુનીયા, ભંગડી વાસુનીયા, દિનેશ મોવેલ, રાધિકા વાસુનીયા, અક્ષય વાસુનીયા અને લાલો મોવેલની સારવાર ચાલી રહી છે.

બોલેરોમાં સવાર તમામ શ્રમિકો મોરબી આસપાસના વિસ્તારમાં પોતાનું કામ પૂરું કરીને મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ બનતાં જ માર્ગ પર લોકોની ચીચિયારીઓ ગુંજી ઊઠી હતી અને સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મોરબી તાલુકા પોલીસે સ્થળ પર ટ્રાફિક ક્લિયર કરાવીને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular