1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્માનની ફિલ્મ ‘ચંદિગઢ કરે આશિકી’ એ બીજા દિવસે બોક્સ ઓફીસ પર કર્યું સારુ પ્રદર્શન
આયુષ્માનની ફિલ્મ ‘ચંદિગઢ કરે આશિકી’ એ બીજા દિવસે બોક્સ ઓફીસ પર કર્યું સારુ પ્રદર્શન

આયુષ્માનની ફિલ્મ ‘ચંદિગઢ કરે આશિકી’ એ બીજા દિવસે બોક્સ ઓફીસ પર કર્યું સારુ પ્રદર્શન

0
Social Share
  • યુષ્માનની ફિલ્મએ બીજે દિવસે બોક્સ ઓફીસ પર કરી કમાલ
  • બોક્સ ઓફીસ પર સારુ કલેક્શન કર્યું

 

મુંબઈ- આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’એ પહેલા દિવસે ધીમી શરૂઆત કરી હતી, પરંતુ બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં સારુ પ્રદર્શન જોવા મળ્યું,ફિલ્મના દર્શો વધ્યા હતા. અને કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં, ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ના નિર્માતાઓને દર્શકોની પ્રશંસાને કારણે આગામી દિવસોમાં ફિલ્મનું કલેક્શન વધવાની અપેક્ષા હતી, જે હવે પૂરી થતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ દેશમાં 2500 અને વિદેશમાં 500 સ્ક્રીન પર એક સાથે રિલીઝ થઈ છે. બીજા દિવસે ફિલ્મનું કલેક્શન કેટલા કરોડનું કલેક્શન પહેલા દિવસની સરખામણીમાં વધારો જોવા મળ્યો છે. ફિલ્મને નોઈડા, ગુડગાંવ, દિલ્હી અને ચંદીગઢમાં દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શનિવાર પણ મોટાભાગના લોકો માટે રજાનો દિવસ છે, તેથી આ ફિલ્મને વીકએન્ડનો લાભ મળ્યો હતો.

આ ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 3.75 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ મેકર્સને આશા છે કે આગામી દિવસોમાં ફિલ્મની કમાણી વધશે. ફિલ્મ ચંદીગઢ કરે આશિકીએ બીજા દિવસે 4.87 કરોડની કમાણી કરી છે. આ રીતે બંને દિવસની ફિલ્મની કુલ કમાણી 8.62 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ફિલ્મમાં, આયુષ્માન ખુરાના માનવવિંદર ઉર્ફે મનુનું પાત્ર ભજવે છે, જે એક બોડી બિલ્ડર છે જે સ્થાનિક ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન માનવી બ્રાર એટલે કે વાણી કપૂર જીમમાં પ્રવેશે છે અને બંને પ્રેમમાં પડે છે. અહીંથી સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ આવે છે.

 

જ્યારે ખબર પડી કે માનવી એક ટ્રાન્સજેન્ડર મહિલા છે. આ અનોખી લવસ્ટોરી મેટ્રો સિટીના યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

 

હાલમાં આ ફિલ્મને મેટ્રો શહેરોમાં પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. બોક્સ ઓફિસના આંકડાઓ અનુસાર, ‘ચંદીગઢ કરે આશિકી’ની ઓપનિંગ ભલે સારી રહી ન હોય, પરંતુ શનિવારની કમાણી અનુસાર, જો આગામી દિવસોમાં ફિલ્મ ચંદીગઢ કરે આશિકીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળે તો એવી અપેક્ષા રાખવામાં આવે છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code