Site icon Revoi.in

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે 5 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ એક આદેશ પણ જારી કર્યો છે.

ચૂંટણી પંચે 5મી ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સોમવારે જારી કરાયેલા એક નોટિફિકેશનમાં, ચૂંટણી પંચે લખ્યું: 5 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મીડિયા સાંજે 6.30 વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર કરી શકે છે.