નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વાયુસેનાનું એક F-7 ફાઇટર પ્લેન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળે છે.. અકસ્માત સમયે વિદ્યાર્થીઓ માઇલસ્ટોન કોલેજમાં હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ એજ્યુકેશન સંકુલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આ શંકા વ્યક્ત થઈ રહી છે.
બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે જણાવ્યું હતું કે વાયુસેનાનું વિમાન F-7 BGI ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. ફાયર ઓફિસર લીમા ખાને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે.