બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટને ખેલાડીઓને લઈને કર્યો ચોંકાવનારો દાવો
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ટી20 વિશ્વકપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ ચાલી રહ્યો છે. આઈસીસીએ બાંગ્લાદેશની મેચ ભારતની બહાર ખસેડવાની માંગણી ફગાવી દીધી છે. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આગળ શું કરશે તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે. પરંતુ આ બધાની અસર ખેલાડીઓ ઉપર પડતી હોવાનો દાવો બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન શાંતોએ કર્યો છે. પરંતુ ખેલાડીઓ મુખોટો લગાવીને ફરે છે અને બતાવવાનો પ્રયાસ કરે છે પરિસ્થિતિને લઈને તેમને કોઈ અસર પડી રહી નથી. આ ઉપરાંત કેપ્ટન શાંતોએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.
બાંગ્લાદેશ ટીમના ટેસ્ટ કેપ્ટન શાંતોએ જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટ પહેલા સામાન્ય રીતે કંઈકને કંઈક થાય છે. જેની અસર પડે છે. અમારા વર્લ્ડકપના પ્રદર્શનને જોવો તો અમે ક્યાંરેય નિરંતરતા સાથે સારુ ક્રિક્ટે નથી રમતા. ગત વર્ષે અમે સારુ રમતા હતા પરંતુ અમારી પાસે વધારે સારો ચાન્સ હતો પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. અમારે વિશ્વકપ પહેલા કંઈકને કંઈક થાય છે હું મારા 3 વિશ્વકપના અનુભવોના આધારે કહી શકું છું કે, તેની અસર તો થાય છે. ખેલાડીએ સ્વિકાર્યું હતું કે, ખેલાડીઓ એક રીતે મુખોટો લગાવે છે. જેથી તેમને કોઈ અસર પડતી નથી તેવુ દેખાડવાનો પ્રયાસ કરે છે. અમારે પ્રોફેશનલ ક્રિકેટર છીએ એટલે આવો દેખાડો કરવો પડે છે. ખેલાડીઓ ધ્યાન હટાવીને પોતાનુ શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે.


