BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નવા ચહેરાને તક
BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એક નવા ચહેરાને ટીમમાં તક મળી છે. જ્યારે કેએલ રાહુલ અને રવિંન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત વિરાટ કોહલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહીં હોય.
BCCIએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે 17 સદસ્યોની ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. તેજ બોલિંગ વિભાગમાં આકાશ દીપ, વાઈસ કેપ્ટન જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમારની સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્પિન વિભાગમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સાથે વોશિંગ્ટન સુંદરને પણ જગ્યા મળી છે.
સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં પણ ટીમમાં વાપસી નથી થઈ. અંગત કારણથી પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો ન હતો. શ્રેયસ અય્યર ઈજાના કારણે છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહીં હોય.
BCCIએ ટીમના એલાન સાથે પ્રેસ રિલીઝમાં કહ્યું કે વિરાટ કોહલી વ્યક્તિગત કારણથી સીરીજની બાકીની ત્રણ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. બોર્ડ કોહલીના ફેસલાનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરી, 2024એ રાજકોટમાં શરૂ થશે, ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરી, 2024 રાંચીમાં શરૂ થશે. સીરીજની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 07 માર્ચ, 2024થી ધર્મશાલામાં રમાશે.
ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર) , રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આકાશ દીપ.