1. Home
  2. ગુજરાતી
  3. ઋષભ પંતના બચાવવામાં આવ્યાં BCCIના અધ્યક્ષ સૌરભ ગાંગુલી
ઋષભ પંતના બચાવવામાં આવ્યાં BCCIના અધ્યક્ષ સૌરભ ગાંગુલી

ઋષભ પંતના બચાવવામાં આવ્યાં BCCIના અધ્યક્ષ સૌરભ ગાંગુલી

0
Social Share

દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસમાં ઋષભ પંત કોરોના પોઝિટિવ આવતા ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી છે. બીજી તરફ પંતને માસ્ક વિના યૂરો કપની મેચ દેખવા મામલે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ ઋષભ પંતનો બચાવ કરતા કહ્યું હતું કે, દરેક સમયે માસ્ક પહેરી રાખવો શક્ય નથી. તા. 20મી જુલાઈના રોજ રમાનારી પ્રેકટીસ મેચમાં કે.એલ.રાહુલને વિકેટકિપીંગની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે.

ગાંગુલીએ બ્રિટેનમાં આરોગ્ય સંબંધિત પ્રોટોકોલમાં મળેલી રાહત અંગે વાત કરી હતી. તેમજ કહ્યું કે, દર્શકોને પૂરો 2020 ચેમ્પિયનશિપ અને વિમ્બલડન ચેમ્પિયનશિપ દરમિયાન સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. પંત ઉપરાંત ટીમના અન્ય સભ્ય દયાનંદ ગરાની પણ કોરોના સંક્રમિત થયાં છે. બંને હાલ લંડનમાં ક્વોરન્ટીન છે. આ ઉપરાંત અભિમન્યુ ઈશ્વરન, રિદ્ધિમાન સાહા અને બોલીંગ કોચ ભરત અરૂણ પણ ક્વોરન્ટીન છે.

સૌરભ ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે ઈંગ્લેન્ડમાં પૂરો ચેમ્પિયનશિપ અને વિમ્બલડન જોઈ હતી, નિયમ બદલાઈ ગયા છે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. તે રજા ઉપર હતા અને માસ્ક દરેક સમયે પહેરવું શક્ય નથી. ચિંતાની કોઈ વાત નથી. તે ખુબ ઝડપથી સાજો થઈ જશે.

બીસીસીઆઈએ પહેલા જ ચોખવટ કરી હતી કે, પંતના બેકઅપ માટે અન્ય કોઈ ખેલાડીને ઈંગ્લેન્ડ નહીં મોકલાય. ઈન્ડિયાને 20મી જુલાઈના રોજ રમાનારી પ્રેકટીસ મેચમાં સ્પેશિલિસ્ટ વિકેટકીપર વગર જ મેદાનમાં ઉતરવું પડશે. પંત અને સાહાની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી કે.એલ.રાહુલ સંભાળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code