
ગંગામાં સ્નાન કરતા પહેલા અને તેના પવિત્ર જળને તમારા ઘરમાં લાવતા પહેલા જરૂરથી જાણી લો આ નિયમો
- હિંદુ ધર્મમાં ગંગાજળનું અનેરું મહત્વ
- કોઈ પણ પૂજા ગંગા જળ વગર અધુરી
- ગંગાજળથી જોડાયેલ મહત્વની બાબતો
હિંદુ ધર્મમાં ગંગાજળને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે. આ જ કારણ છે કે,હિંદુ ધર્મની કોઈપણ પૂજા ગંગાના જળ વિના અધૂરી માનવામાં આવે છે.
હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા કે અન્ય કોઈ શુભ કાર્ય પહેલાં શુદ્ધ મન અને શુદ્ધ જળથી સંકલ્પ લેવાની પરંપરા છે. આવી સ્થિતિમાં, કોઈપણ પૂજાના સંકલ્પ માટે શુદ્ધ અને પવિત્ર ગંગાનું પાણી સૌથી યોગ્ય માનવામાં આવે છે. એ જ રીતે, ગંગા જળનો ઉપયોગ દેવતાઓના શુદ્ધિકરણ માટે અથવા આત્મશુદ્ધિ માટે થાય છે. ગંગાજી શિવના વાળ દ્વારા પૃથ્વી પર પહોંચે છે, તેથી ભગવાન શિવની પૂજામાં ગંગા જળ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરવાનું અનેરું મહત્વ છે.
ગંગાજળથી જોડાયેલ મહત્વની બાબતો
જો તમે ગંગામાં સ્નાન કરવા જાવ છો, તો ક્યારેય ચપ્પલ અથવા બૂટ પહેરીને ગંગામાં પ્રવેશશો નહીં.
ગંગાજીમાં ભૂલે ચુકે પણ તેમાં સાબુ લગાવીને ન તો સ્નાન કરો અને ન તો તમારા કપડા વગેરે ધોવા. ગંગામાં સ્નાન કર્યા પછી, ભીના કપડા ઘરમાં લાવો અને તેને ધોઈ લો.
ગંગાજીમાં ઊભા રહીને ક્યારેય કોઈની સાથે જૂઠું બોલશો નહીં કે અપશબ્દો બોલો નહીં.
ગંગાજળને ક્યારેય અશુદ્ધ સ્થાન પર ન રાખવું જોઈએ. ગંગાજળને હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે કે પૂજા સ્થાન પાસે રાખો. તેવી જ રીતે પવિત્ર ગંગા જળને હંમેશા ધાતુના વાસણમાં ભરીને રાખો. ગંગાજળને પ્લાસ્ટિકના ડબ્બામાં સંગ્રહિત ન કરવું જોઈએ.
જો કોઈ કારણસર તમે આ કોરોના કાળમાં સ્નાન કરવા માટે ગંગા નદીના કિનારે પહોંચી શકતા નથી, તો ખાસ પ્રસંગોએ ઘરમાં રાખેલા પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો.આ ઉપાય ભક્તિભાવથી કરવાથી તમને ગંગા સ્નાનનું પૂર્ણ પુણ્ય પ્રાપ્ત થશે.
જો શક્ય હોય તો, નકારાત્મક શક્તિઓથી બચવા માટે દરરોજ અથવા સમયાંતરે તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરતા રહો. ગંગા જળના આ ઉપાયથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિ બની રહેશે.