
કાશ્મીરઃ બે શિક્ષકોની હત્યા પહેલા આતંકવાદીઓએ આઈડી કાર્ડ જોઈને કાશ્મીરી મુસ્લિમ નહીં હોવાની ખાતરી કરી હતી
દિલ્હીઃ શ્રીનગરમાં ઈદગાહ વિસ્તારમાં સરકારી સ્કૂલમાં થયેલી હત્યાઓને પગલે ખળભળાટ મચી ગયો છે. પરિસરની અંદર ઘુસેલા આતંકવાદીઓએ બે શિક્ષકોને નિશાન બનાવીને ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બંને ટીચરોના ઓળખપત્રો જોયા બાદ આતંકવાદીઓએ તેમની હત્યા કરી હોવાનું નજરે જોનારાએ જણાવ્યું હતું. આતંકવાદીઓ આઈડી કાર્ડ જોયા ચોક્કસ કર્યું હતું કે, મહિલા પ્રિન્સિપાલ કાશ્મીરી શિખ સમુદાયની છે અને ટીચર કાશ્મીરી પંડિત છે, ત્યાર બાદ આતંકવાદીઓએ તેમને નિશાન બનાવીને તેમની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આતંકવાદીઓએ બંને શિક્ષકોની આઈડી કાર્ડ જોઈને હત્યા કરી હોવાનો ચોંકાવનારો જાણીતી હિન્દી દૈનિક નવભારત ટાઈમ્સમાં દાવો કરાયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, પિસ્તોલ ચલાવનારા ત્રણ આતંકવાદીઓ સંગાઈ ઈદગાહ બોયઝ હાયર સેકેન્ડરી સ્કૂલમાં સવારે 10.30 કલાકે ઘુસ્યાં હતા. સ્કૂલમાં ઓફલાઈન ક્લાસ ચાલતો હતો. જેથી સ્કૂલમાં કોઈ બાળકો ન હતા. માત્ર સ્કૂલ સ્ટાફને કેટલાક કલાકો માટે સ્કૂલમાં બોલાવાયા હતા.
આતંકવાદીઓએ તમામ સ્ટાફના આઈડી કાર્ડ ચેક કર્યાં હતા. તેમણે પુષ્ટી કરી હતી કે, તેમાંથી કોણ કાશ્મીરી મુસલમાન સિવાય અન્ય ધર્મના લોકો છે. આઈડી કાર્ડ ચેક કરીને આતંકવાદીઓએ 44 વર્ષિય સુપિંદર કૌર અને તેમના સહયોગી દીપક ચંદને બહાર કાઢ્યાં હતા. આતંકવાદીઓ બંને શિક્ષકોને સ્કૂલ બિલ્ડિંગની બહાર લઈ જવાયાં હતા અને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. દીપક ચંદનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે મહિલા પ્રિન્સિપાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એક જાણીતા કાશ્મીરી પંડિત અને બિહારના એક પ્રવાસીની હત્યા કર્યાંની ઘટનાના બે દિવસ બાદ આ હત્યા કરાઈ હતી.
પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ આ બંને હત્યાની જવાબદારી લીધી હતી. પ્રતિબંધિત સંગઠને જણાવ્યું હતું કે, સ્કૂલમાં 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓને સંચાલકોએ દબાણ કર્યું હતું. જેથી તેમની હત્યા કરી હોવાનો આતંકવાદીઓએ દાવો કર્યો હતો.
સ્કૂલ ટીચર દીપકનો પરિવાર તે એવા સેકડો શરણાર્થિઓ પૈકી એક છે. જે ત્રણ દશક પહેલા જમ્મુથી હિજરત કરી હતી. પીએમ મોદીએ આવા લોકો માટે વિશેષ નોકરીનું એલાન કર્યું હતું. દીપક પણ આ ખાસ યોજના હેઠળ ઓક્ટોબર 2018માં નોકરીમાં જોડાયા હતા. તાજેતરમાં જ દીપક એક દીકરીનો પિતા બન્યો હતો. પ્રિન્સિપાલ કૌર બે બાળકોની માતા છે. તેઓ શ્રીનગરના અલૂચા બાગ વિસ્તારમાં રહેતી હતી અને તેમના પતિ જમ્મુ-કાશ્મીર બેંકમાં ફરજ બજાવે છે. જ્યારે તેમના બંને સંતાનો અભ્યાસ કરી રહ્યાં છે.