
ફિલ્મ ‘ડંકી’ ના પ્રમોશન પેહલા કિંગ ખાન એ માતા વૈષ્ણવદેવીના લીધા આશીર્વાદ
મુંબઈ – બોલિવૂડનો ‘કિંગ ખાન’ એટલે કે અભિનેતા શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ડંકી’ ને કારણે હાલ ચારે તરફ ચર્ચામાં છે. ‘જવાન ‘ અને ‘પઠાણ ‘ની સફળતા પછી, શાહરૂખ ખાન ‘ડંકી’ દ્વારા દર્શકોને મળવા માટે તૈયાર છે. ત્યારે હવે શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ રીતે આ ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન વૈષ્ણોદેવીના દર્શને પહોંચી ગયો છે. ‘જવાન’ અને ‘પઠાણ’ ફિલ્મોની રિલીઝ પહેલા જ તે દેવીના દર્શન કરવા ગયો હતો. આમ આ વર્ષે શાહરૂખ ખાનની વૈષ્ણોદેવીની આ ત્રીજી મુલાકાત છે.
વૈષ્ણોદેવીના દર્શને જતા ‘કિંગ ખાન’નો એક વીડિયો હવે સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના મંદિર તરફ ચાલતો જોવા મળે છે. તેઓ વૈષ્ણો દેવીના મંદિરે ગયા અને દેવીના દર્શન કર્યા. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની પણ તેની સાથે વૈષ્ણો દેવીના મંદિરમાં જોવા મળી રહી છે.
આ સહિત વીડિયોમાં શાહરૂખ ખાન તેના સુરક્ષાકર્મીઓ સાથે વૈષ્ણો દેવી મંદિર તરફ જતો જોવા મળે છે. આ વખતે શાહરૂખે હૂડી જેકેટ કેપથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો. શાહરૂખે પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે.
શાહરૂખ ખાને હવે તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલાં વૈષ્ણોદેવીની મુલાકાત લેવાની પરંપરા બનાવી હોવાનું કહેવાય છે. અગાઉ શાહરૂખે ‘પઠાણ’ અને ‘જવાન’ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવીની મુલાકાત લીધી હતી. તેની બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. આ બંને ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી.
હવે આ પરંપરાને આગળ વધારતા શાહરૂખ ખાન હવે તેની ફિલ્મ ‘ડીંકી’ની રિલીઝ પહેલા વૈષ્ણો દેવીના આશીર્વાદ લેવા ગયો હતો. તેણે દેવીને પ્રાર્થના પણ કરી કે ડંકી ફિલ્મ સુપરહિટ બને. શાહરૂખની સાથે ચાહકો પણ આશા રાખી રહ્યા છે કે તેની ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.