ફિલ્મ ‘ગદર 2’ ના રિલીઝ પહેલા મેકર્સ 9 જૂનથી ‘ગદર’ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં કરશે રિલીઝ, 1 ટિકિટ પર બીજી ટિકટ ફ્રીની જાહેરાત
- ગદર 2 પહેલા સિનેમા ઘરોમાં ગદર રિલીઝ કરાશે
- આવતી કાલે 9 જૂનથી ગદર થશે રિલીઝ
- ફિલ્મ મેકરે એક ટિકિટ પર બીજી ટિકિટ ફ્રીની કરી જાહેરાત
મુંબઈઃ- અભિનેતા શનિ દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ખૂબ જ ચર્ચિત અને સુપર હિટ ફિલ્મ ગદરનો બીજો ભાગ ગદર 2ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ફિલ્મના મેકર્સે ગદર 2 રિલીઝ કરે તે પહેલા આવતી કાલે 9 જૂનને શુક્રવારના રોજથી ફિલ્મ ગદર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
એટલું જ નહી ગદર ફિલ્મ જ્યારે વર્ષ 2002મા સિનેમાઘરો ખૂબ જ સફળ સાબિત થઈ હતી ત્યારે હવે ફિલ્મ ગદર 2ને લઈને દર્શકોની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.મેકર્સે એમ પણ જાહેરાત કરી છે કે ગદર ફિલ્મની ટિકિટ લેનારાઓને બીજી ટિકિટ જોડે ફ્રીમાં આપવામાં આવશે, એટલે કે એક ટિકિટના ખર્ચે 2 લોકો ફિલ્મ જોઈ શકશે.
મેકર્સનું કહેવું છે કે દર્શકો ફિલ્મ ગદર 2 જોવે તે પહેલા ફરી એક વખત ગદરની કહાનીને નિહાળઈ લે જેથી કરીને તેમની ફિલ્મ 2 જોવાનો રસ વધે.અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી હતી. ફિલ્મ જોવા માટે દર્શકોની ભીડ જામી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને સફળતાનો નવો અધ્યાય લખ્યો હતો.
આ સાથે જ એવો પણ એહવાલ છે કે ટિકિટ ખૂબ જ સસ્તી રાખવામાં આવી છે કોઈપણ રીતે ટિકિટ 150 રૂપિયાથી વધુ રાખવા માંગતા નથી. ઉપરાંત, તેઓ બાય વન ગેટ વન ઑફર વડે મહત્તમ દર્શકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
‘ગદર 2’ની રિલીઝના થોડા મહિના પહેલા મેકર્સ ફિલ્મને ફરીથી રિલીઝ કરવા જઈ રહ્યા છે. ફિલ્મના નિર્માતા ઇચ્છે છે કે ગદરની વાર્તા લોકોના મગજમાં તાજી થાય, જેના પછી તેઓ તેની આગળની વાર્તા સાથે પોતાને જોડી શકે.દર્શકોને થિયેટરોમાં આકર્ષવા માટે, નિર્માતાઓ આ ફિલ્મની ટિકિટ પર ઘણી આકર્ષક ઑફર્સ લાવ્યા છે.