Site icon Revoi.in

બેલ્જિયમની કોર્ટે મહાઠગ મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજુરી આપી

Social Share

નવી દિલ્હીઃ બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે મેહુલ ચોકસીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય અનુરોધ પર બેલ્જિયમ પોલીસે જે ધરપકડ કરી તે કાયદેસર છે. તેમ છતાં, ચોકસી ઉચ્ચ અદાલતમાં એન્ટવર્પ કોર્ટે આપેલા ફેસલોને અપીલ કરી શકે છે, જેના કારણે તેને તાત્કાલિક ભારત ન લાવવામાં આવે.

ચોકસીને 11 એપ્રિલ 2025ના રોજ એન્ટવર્પમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને હાલ જેલમાં બંધ છે. બેલ્જિયમની અલગ અલગ અદાલતો દ્વારા તેની જામની અરજીઓ ઘણી વખત ના મંજુર કરી છે.

ભારતમાં મહાઠગ મેહુલ ચોકસી ઉપર ઠગાઈ અને ગેરકાયદે લેણદેણ, પુરાવાનો નાશ કરવો, ભષ્ટ્રચાર સહિતની ગંભીર કેસ નોંધાયેલા છે. આ આરોપો હેઠળ ભારતીય કાયદામાં વિવિધ દંડનીય ધારા લાગુ પડે છે, જે બેલ્જિયમના કાયદામાં પણ દંડનીય છે, એટલે દ્વૈધ ગુનાની શરત પુરી થાય છે.