1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાદરવી પૂનમનો મેળોઃ ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
ભાદરવી પૂનમનો મેળોઃ ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

ભાદરવી પૂનમનો મેળોઃ ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

0
Social Share

ખેડબ્રહ્મા : ભાદરવી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા છે તેમજ બે વર્ષના કોરોના કાળ બાદ પહેલીવાર તંત્ર દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

ભાદરવી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે લાઈનો લગાવી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે મોટાભાગના ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમનો લાભ મેળવી શકયા ન હતા એટલે કોરોના મહામારી બાદ પહેલીવાર મંદિર વહીવટી તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓ માટે ડિસ્પ્લે સહિતની વિવિધ તૈયારીઓ કરતા આ વખતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માઁ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભાદરવી પૂનમ નિમિત્તે મોટાભાગના પગપાળા જતા માઈ ભકતો માટે ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહત્વ હોય છે ત્યારે આજના દિવસે મા અંબે ના દર્શનના વિશેષ મહિમા સાથે આવનારી નવરાત્રિમાં પોતાના ગામ અને ઘરે પધારવા આમંત્રણ આપવા માટે આવતા હોવાનુ મહાત્મ્ય હોય છે તેવુ માતાજી મંદિરના ભટ્ટજી દશરથભાઈ પુજારીએ જણાવ્યુ હતુ. સાથે જીલ્લા પોલીસ વડાની સૂચનાથી ખેડબ્રહ્મા પીએસઆઈ પી.પી.જાની અને એ.એસ.આઈ. વિષ્ણુભાઈ દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આવનાર શ્રધ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર, ટ્રસ્ટીઓ, સ્ટાફ તથા પુજારીઓ ખડેપગે રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code