ભરૂચ જિલ્લા જેમાંથી મોબાઈલ ફોન અને સીમકાર્ડ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદની મધ્યસ્થ જેલ સહિત રાજ્યની મોટાભાગની જેલોમાં કેદીઓ પાસેથી અવાર-નવાર મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધ મળી આવે છે. દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડાએ એલસીબી અને એસઓજીની સાથે જેલમાં સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. જેમાં મોબાઈલ ફોન, સીમ કાર્ડ, ચાર્જર અને ઈયર બર્ડ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ SP ડો. લીના પાટીલ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની સયુંક્ત ટીમ મારફતે ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેલની અલગ અલગ બેરેકોમાંથી તથા કેદીઓ પાસેથી 7 મોબાઇલ, 5 સીમ તથા ચાર્જર , ઇયરફોન વીગેરે મળી કુલ રૂ. 12400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેલમાં બેરેક નંબર 6 ના કેદી જીયાઉર રહેમાન નિયાઝ અહેમદ અન્સારી, બેરેક નંબર 2 ના કેદી શૈલેન્દ્ર દીપકભાઇ ગોસાવી અને સંજય મંગળ ઉર્ફે મંગાભાઇ વસાવા પાસેથી ચેકીંગમાં મોબાઈલ મળ્યા હતા. આગામી દિવસોમાં પણ ભરૂચ પોલીસ જેલોમા ગેરકાયદે પ્રવૃતિ ડામવા સરપ્રાઇઝ વીઝીટ કરી કાયદેસર કાર્યવાહી ચાલુ રાખશે, તેમ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જેલમાં કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.