Site icon Revoi.in

ભાવનગરઃ કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો યોજાયો

Social Share

ભાવનગરઃ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોમાં અનેરા ઉત્સાહ સાથે જોડાયા હતા. ભાવિકોએ આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી.

જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક મેળા દરમ્યાન ફરજ બજાવી હતી. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા.ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા. મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા – પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Exit mobile version