1. Home
  2. ગુજરાતી
  3. Bhool Bhulaiyaa 2 Box Office Collection : 50 કરોડને પાર કલેક્શન,કાર્તિકની બેસ્ટ વીકેન્ડ ઓપનર ફિલ્મ બની
Bhool Bhulaiyaa 2 Box Office Collection : 50 કરોડને પાર કલેક્શન,કાર્તિકની બેસ્ટ વીકેન્ડ ઓપનર ફિલ્મ બની

Bhool Bhulaiyaa 2 Box Office Collection : 50 કરોડને પાર કલેક્શન,કાર્તિકની બેસ્ટ વીકેન્ડ ઓપનર ફિલ્મ બની

0
Social Share
  • ભૂલ ભુલૈયા 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
  • આ ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કરી લીધો
  • કાર્તિકની બેસ્ટ વીકેન્ડ ઓપનર ફિલ્મ બની

મુંબઈ:કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર નોનસ્ટોપ કમાણી કરી રહી છે.કાર્તિક આર્યનની ફિલ્મે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.લાંબા સમય બાદ સાઉથની ફિલ્મો સિવાયની કોઈપણ હિન્દી ફિલ્મે પોતાનો પાવર બતાવ્યો છે.

ભૂલ ભૂલૈયા 2 એ 14.11 કરોડ સાથે ઓપનિંગ કર્યું હતું.ફિલ્મનો પહેલો વીકેન્ડ ધમાકેદાર રહ્યો છે.આ ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે.ભૂલ ભુલૈયા 2 એ ત્રણ દિવસમાં ભારતીય બજારમાં 55.96 કરોડનું કલેક્શન કર્યું છે.જ્યારે હિન્દી ફિલ્મોનું લાઈફટાઇમનું કલેક્શન ઘટીને 20 કરોડ થઈ રહ્યું છે, ત્યારે ભૂલ ભૂલૈયા 2 ની અદભૂત કમાણીએ હિન્દી સિનેમાને પ્રોત્સાહન આપવામાં ઘણું યોગદાન આપ્યું છે.

પહેલા દિવસે 14.11 કરોડની કમાણી કર્યા બાદ બીજા દિવસે ફિલ્મની કમાણી વધી છે. ભૂલ ભૂલૈયા 2 એ શનિવારે 18.34 કરોડની કમાણી કરી હતી. રવિવારે ફિલ્મના કલેક્શનમાં વધુ વધારો થયો અને ત્રીજા દિવસે ફિલ્મે 23.51 કરોડની કમાણી કરી.ભૂલ ભુલૈયા 2 કાર્તિક આર્યનની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે.પ્રથમ દિવસથી શરૂઆતના વીકએન્ડ કલેક્શન સુધી ભૂલ ભુલૈયા 2 એ કાર્તિકની કારકિર્દીને નવી ગતિ આપી છે. અગાઉ, કાર્તિકની કોઈપણ ફિલ્મ શરૂઆતના વીકએન્ડમાં એટલું સારું પ્રદર્શન કરી શકી ન હતી.

ભૂલ ભૂલૈયા 2 માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ સાથે રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. કાર્તિકની આ ફિલ્મને લોકો કેટલી પસંદ કરી રહ્યા છે, તે તેના બોક્સ ઓફિસના આંકડા પરથી જાણી શકાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code