
દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહત- 24 કલાકમાં માત્ર 22,270 કેસ સામે આવ્યા,એક્ટિવ કેસનો આંકડો 3 લાખની અંદર
- દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહત
- 24 કલાકમાં 22,270 કેસ નોંધાયા
- એક્ટિવ કેસ પણ 2 લાખ 53 હજાર જેટલા જ રહ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની ગતિ તદ્દન બબળી પડી રહી છે ,દૈનિક કેસોમાં દિવસેને દિસવે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તો સાથે કોરોનાને માત આપીને સાજાથનારાની સંખ્યા પણ વધી રહી છે, કોરોનાના એક્ટિવ કેસો પણ હવે 3 લાખની અંદર આવી ચૂક્યા છે આ સમગ્ર સ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે કે હવે દેશમાં કોરોનાના વળતા પાણી છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કોરોનાના 22 હજાર 270 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, સકારાત્મકતા દર 2ટકાથી નીચે પહોંચી ગયો છે.
આ સાથે જ સક્રિય કેસો પણ ઘટ્યા છે હાલમાં દેશમાં સક્રિય કેસ 2 લાખ 53 હજાર 739 જોવા મળે છે.કોરોનાનો રિકવરી રેટ હાલમાં 98.21 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 60 હજાર 298 લોકો કોરોનાથી સાજા થયા છે.
આ સાથે જ કોરોનાનો દૈનિક હકારાત્મકતા દર હવે માત્ર 1.80 ટકા જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સાપ્તાહિક સકારાત્મકતા દર 2.50 ટકા જોવા મળે છે, જો કે કોરોનામાં છેલ્લા 24 કલાકમાં 325 લોકોના મોત નોંધાયા છે.