1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોરબંદર પંથકના અનેક સરોવરમાં ફ્લેમિંગો, કુંજ,પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો
પોરબંદર પંથકના અનેક સરોવરમાં ફ્લેમિંગો, કુંજ,પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો

પોરબંદર પંથકના અનેક સરોવરમાં ફ્લેમિંગો, કુંજ,પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો

0
Social Share

પોરબંદર: ગુજરાતમાં છીછરા પાણીના સરોવરમાં દર વર્ષે હજારો માઈલનું અંતર ખેડીને વિદેશી પક્ષીઓ આવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર જિલ્લાના છીછરા પાણીના સરોવરોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બની રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના અલગ-અલગ વેટલેન્ડોમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.

પોરબંદર જિલ્લામાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી દેશ વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ અહીની મહેમાન ગતિ માણતા હોય છે. અમુક પક્ષીઓને તો પોરબંદરનુ આતિથ્ય એવુ પસંદ આવી ગયુ છે કે તે કાયમી માટે અહીના જ રહેવાસી બની ગયા છે. પોરબંદરના પક્ષીવિદો અને પક્ષીપ્રેમીઓ હાલ આવા જ હજારો પક્ષીઓના કલરવ અને આકાશને ઢાંકીને ઉંચી ઉડાન ભરતા પક્ષીઓને નિહાળીને કુદરતની આ કરામતને લ્હાવો લેતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના આગમન માટેના કારણો અને અહીં આવતા અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ અંગે પોરબંદર જિલ્લાના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ફ્રેબુઆરીની સિઝન એ ફ્લેમિંગોની સિઝન છે આ સિવાય કુંજ.ડક્સ અને પેલિકન સહિતના અંદાજે 200 જેટલા વિવિધ પક્ષીઓ અહીં આવતા હોય છે. આ વિસ્તારમાં જે વોટર બોડીઝની મોટી સંખ્યામાં આવેલા છે તે અને જે રીતે અહી શિકારના બનાવ બનતા ન હોવાથી પક્ષીઓ અહી સલામતી અનુભવે છે તેના કારણ પક્ષીઓ અહીં વધુ આવે છે.  પક્ષીઓ જે રીતે કુદરતની અનેરી દેન છે તેમ તેઓના ખોરાકમાં પણ ઘણી જ વિવિધતા રહેલી છે જેમ કે,ફ્લેમિંગો છે તેનો ખોરાક આલ્ગી છે જે બહારથી પુરી પાડી નથી શકાતી તે કુદરતી ઉગે છે અને પોરબંદરમાં આ ખોરાક મળી રહેતો હોવાથી ફ્લેમિંગો વધુ પ્રમાણમાં અહીં વસવાટ કરતા જોવા મળે છે. અમુક કુંજ સહિતના પક્ષીઓ જે છે તેઓના મુખ્ય ખોરાક એવા ચણા અને મગફળી તેઓને ખેતરોમાંથી મળી રહેતી હોવાથી તેઓ વધુ પ્રમાણમાં અહીં વિહરતી જોવા મળે છે.

પોરબંદર જિલ્લાના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં એટલી જાગૃતી છે કે,પક્ષીઓને સામાન્ય ઈજા પહોંચે તો પણ લોકો સ્વેચ્છાએ તેઓને પક્ષી અભ્યારણ ખાતે લાવે છે અને સારવાર અપાવે છે. મુક્ત મને વિહરતા પક્ષીઓને જોવા તેઓના કલરવને સાંભળવા તે ખરેખર એક અલભ્ય લ્હાવો જ ગણાય છે.ત્યારે પોરબંદર જે રીતે આજે વિવિધ દેશ-વિદેશી પક્ષીઓનુ ઘર બન્યું છે તેને જોતા દેશ-વિદેશથી અહીં પક્ષી પ્રેમીઓ અહીની મુલાકાત લેતા હોય છે ત્યારે પોરબંદરમાં હજુ પણ તંત્ર દ્વારા પક્ષીઓ માટે કામ કરવામાં આવે તો પોરબંદર જિલ્લો એ પક્ષીઓ માટે વધુ જાણીતો બની શકે તેમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code