
કરોળિયો કરડ્યો? તો ગભરાશો નહીં,અપનાવો ઘરેલું ઉપાય
આમ તો ભાગ્ય જ એવું સાંભળવા મળે કે કોઈ વ્યક્તિને કરોળિયો કરડ્યો, ઘરમાં આમ તો મચ્છરનું કરડવું તે સામાન્ય વાત છે પરંતું જો જોવા જઈએ તો ક્યારેક કોઈ વ્યક્તિને કરોળિયો પણ કરડી જતો હોય છે. આમ તો જ્યારે કરોળિયો કરડે ત્યારે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા સોજો આવે છે. પરંતુ કેટલીકવાર લોકોને એવા કરોળિયાનો સામનો કરવો પડે છે, જે ઘણું નુકસાન પહોંચાડે છે. આવા કરોળિયાના કરડવાથી વ્યક્તિ ગભરાઈ જાય છે અને સારવારને બદલે તે બીજી ભૂલો કરવા લાગે છે.
સૌથી પહેલા તો જ્યારે પણ કરોળિયો કરડે ત્યારે સૌથી પહેલા તો મીઠું ઉમેરવું જોઈએ કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને તે આવા ઘાને મટાડવામાં મદદ કરે છે. સૌપ્રથમ થોડું મીઠું લો અને તેને કરોળિયાના કરડેલા ભાગ પર લગાવો અને તેના પર માત્ર એક સ્વચ્છ કપડું બાંધી દો. તેનાથી ત્વચા પરનો સોજો અને દુખાવો પણ ઓછો થઈ શકે છે.
હળદરનો પણ ઉપયોગ કરી શકાય છે, ભારતમાં પ્રાચીન સમયથી હળદરનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણો ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. થોડી હળદરમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કરોળિયાના ડંખવાળા ભાગ પર લગાવો. તેને સાફ કરવા માટે, થોડું ગરમ પાણી લો. આ દરરોજ દિવસમાં બે વાર કરો.