Site icon Revoi.in

બનાસકાંઠા, મહેસાણા સહિત કેટલાક જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખો રિપિટ કરાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર, ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ, નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહ અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા રિપીટ કરાયા છે. જ્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોની, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કૃણાલ શાહ, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરી, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા  અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણી અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના 33 જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર, ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ, નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહ અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા રિપીટ કરાયા છે. રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યાં છે. ભાજપે 33 જિલ્લા અને મહા નગરપાલિકામાંથી પ્રમુખની યાદી જાહેર કરી હતી. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કાર્યકાળ પુરો થયો હોવાથી હવે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી શક્યતાં છે.

મહેસાણા જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ગીરીશ રાજગોરની જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયા, વર્ષાબેન દોશી અને ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા રિપીટ કરાયા છે,  આ ઉપરાંત વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોની, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કૃણાલ શાહ, જામનગર જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરી , જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, અને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણી, અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે. જુનાગઢમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. ચંદુભાઈ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે કાર્યરત હતા અને હવે પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી છે.

નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ફરી ભુરાલાલ શાહને રિપિટ કરવામાં આવ્યા છે. નિરીક્ષક જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે જિલ્લા પ્રમુખ માટે ભુરાલાલ શાહની કરી દરખાસ્ત કરવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈએ ટેકો આપ્યો હતો. અન્ય કોઈનું નામ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ન આવતા નિરીક્ષક જસવંતસિંહ ભાભોરે જાહેરાત કરી હતી. ભુરાલાલ શાહની નવસારી જિલ્લા ભાજપ તરીકેની બીજી ઈનિંગ થઈ શરૂ થઈ છે.

Exit mobile version