
UP ચૂંટણીઃ લખનૌ કેંટની બેઠક ઉપર BJPએ અર્પણા યાદવ અને રીટા બહુગુણાના દીકરાને બદલે આ નેતાને આપી ટીકીટ
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં તમામની નજર લખનૌની હાઈપ્રોફાઈલ બેઠક ઉપર તમામની નજર હતી. ભારતીય જનતા પાર્ટીએ લખનૌ કેંટની આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી છે ભાજપે લખનૌની તમામ સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ અથવા બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશીનું નામ આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ બંનેમાંથી કોઈને ટીકીટ ફાળવવામાં આવી નથી. લાંબી ચર્ચા પછી ભાજપે લખનૌની તમામ નવ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.
યુપી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદીમાં 17 ઉમેદવારોના નામ છે. જેમાં યોગી સરકારના સૌથી મહત્વપૂર્ણ મંત્રી સ્વાતિ સિંહ, રીટા બહુગુણાના પુત્ર મયંક જોશી અને અપર્ણા યાદવનું નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભાજપે સ્વાતિ સિંહની ટિકિટ કાપી છે. તેમના સ્થાને પૂર્વ ED ડાયરેક્ટર રાજેશ્વર સિંહને સરોજિની નગર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજેશ્વર સિંહ સોમવારે જ ભાજપમાં જોડાયા હતા. રાજ્યના મહિલા કલ્યાણ રાજ્ય મંત્રી સ્વાતિ સિંહ અને તેમના પતિ દયાશંકર સિંહ બંનેની નજર સરોજિની નગર વિધાનસભા બેઠક પર હતી.રાજ્યમંત્રી બ્રિજેશ પાઠકને ઉત્તર પ્રદેશની હાઈ-પ્રોફાઈલ લખનૌ કેન્ટ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અપર્ણા યાદવ અને મયંક જોશી બંનેને આ બેઠક પરથી ટિકિટ મળવાની આશા હતી. પાર્ટી માટે તે સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. લખનૌ કેન્ટ સીટના સાંસદ રીટા બહુગુણા જોશી પોતાના પુત્ર માટે ટિકિટ માંગી રહ્યા હતા.
મલિહાબાદના વર્તમાન ધારાસભ્ય જયા દેવીને ટિકિટ આપવામાં આવી છે. જયા દેવી કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની પત્ની છે. નીરજ બોરાને લખનૌ ઉત્તર અને રજનીશ ગુપ્તાને લખનૌ સેન્ટ્રલથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે આશુતોષ ટંડનને લખનૌ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે.