1. Home
  2. ગુજરાતી
  3. APSEZના નાણાંકિય વર્ષ 2022ના 9 માસનાં પરિણામો કાર્ગો વોલ્યુમમાં 22 ટકાની વૃધ્ધિ અને કુલ આવકમાં 35 ટકાનો વધારો
APSEZના નાણાંકિય વર્ષ 2022ના 9 માસનાં પરિણામો કાર્ગો વોલ્યુમમાં 22 ટકાની વૃધ્ધિ અને કુલ આવકમાં 35 ટકાનો વધારો

APSEZના નાણાંકિય વર્ષ 2022ના 9 માસનાં પરિણામો કાર્ગો વોલ્યુમમાં 22 ટકાની વૃધ્ધિ અને કુલ આવકમાં 35 ટકાનો વધારો

0
Social Share
  • 22 ટકાની વૃધ્ધિ સાથે 212 MMTનું કુલ કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું.
  •  ઓલ ઈન્ડિયા કાર્ગોમાં બજાર હિસ્સો 350 bps વધીને1% થયો
  • કન્ટેનર સેગમેન્ટમાં 189 bps ના વધારા સાથે બજાર હિસ્સો વધીને2% થયો
  •  કોન્સોલીડેટેડ રેવન્યુ રૂ.12,089 કરોડ- 35 ટકાની વૃધ્ધિ
  •  કોન્સોલીડેટેડ એબીટા રૂ. 7,428 કરોડ -29 ટકાની વૃધ્ધિ
  •  પોર્ટ એબીટા રૂ.6,876 કરોડ- 27 ટકાની વૃધ્ધિ
  •  સરગુજા રેલ (SRCPL) હસ્તગત કરવાની દરખાસ્ત લઘુમતિ શેરહોલ્ડરોની અભૂતપૂર્વ 92 ટકા બહુમતીથી મંજૂર થઈ છે. બોર્ડની નીતિ મુજબ ગવર્નન્સના ઉચ્ચ ધોરણો સાથે તા.1 એપ્રિલ, 2021થી આ જોડાણ અમલી બનશે.
  •  APSEZ દ્વારા SBTi ઉપર હસ્તાક્ષર કરાયા છે, જે 1.5 ડીગ્રી સેન્ટીગ્રેડ ફ્યુચર સાથે નેટ ઝીરો ટાર્ગેટ હાંસલ કરવાનો મેન્ડેટ આપે છે.

અમદાવાદ : ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી અને વિવિધિકરણ ધરાવતા અદાણી પોર્ટફોલિયોના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (“APSEZ”) ના તા.31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતા ત્રીજા ત્રિમાસિક ગાળાના અને 9 માસના પરિણામોની આજે જાહેરાત કરવામાં આવી છે.

 

Particulars Q3

FY22

Q3

FY21

Growth 9M

FY22

9M

FY21

Growth
Cargo (MMT) 68 76 -11% 212 174 22%
Consolidated Revenue 3,797 3,746 1% 12,089 8,942 35%
Consolidated EBITDA* 2,431 2,488 -2% 7,428 5,776 29%
Port Revenue 3,156 3,279 -4% 9,706 7,615 27%
Port EBIDTA 2,246 2,351 -4% 6,876 5,394 27%
Port EBIDTA Margin 71% 72%   71% 71%  
Forex mark to market – Loss/(Gain) 13 (206)   348 (691)  
PBT before Exceptional Item 1,739 2,013 -14% 4,776 4,753 0.5%
PAT 1,479 1,577 -6% 3,762 3,728 1%
       

*EBITDA excluse forex mark to market- to- market loss/gain. EBITA of 9M FY21 excludes one time donation of Rs.80cr. EBITA of 9M FY 22 excludes onetime expenses of Rs.60 Cr. related to acquisition of SRCPL.

નાણાંકિય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં અદાણી પાવર મુંદ્રા, GGPL જેવા મુખ્ય IPPs ની ઓછી આયાતને કારણે તથા ઉંચી કિંમતોના કારણે કોલસાના ટ્રેડીંગના ઓછા વોલ્યુમ તેમજ સપ્લાય ચેઈનમાં અવરોધને કારણે વોલ્યુમને અસર થઈ હતી. નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં વિજળીની માંગ વધતાં તથા વૈશ્વિક સ્તરે ભાવ હળવા થતાં કોલસાના વોલ્યુમમાં વધારો થવાની સંભાવના છે.

APSEZના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને હોલ ટાઈમ ડિરેક્ટર શ્રી કરણ અદાણી જણાવે છે કે “મહામારીના ગાળા દરમ્યાન APSEZ તરફથી અદ્દભૂત સ્થિતિસ્થાપકતા દાખવવામાં આવી છે. વર્ષ 2020માં અમે જે કાંઈ શિખ્યા તેનાથી જાણકારીમાં સહાય થઈ છે અને અમારી સંચાલનની નિપુણતાને કારણે અમે અમારૂં વિસ્તરણ ચાલુ રાખી શક્યા છીએ. ભારતના પૂર્વ સાગરકાંઠે આંધ્ર પ્રદેશમાં ક્રિશ્નાપટનમ અને ગંગાવરમને કારણે અમે અમારી દેશવ્યાપી હાજરી મજબૂત બનાવી શક્યા છીએ. કેરાલામાં અમારૂં બાંધકામ હેઠળનું પોર્ટ વિઝીનઝીમની સાથે સાથે કોલંબો, શ્રીલંકામાં અમારૂં નવુ ટર્મિનલ હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં નવા ટ્રાન્સશીપમેન્ટ હબ તરીકે કામ કરશે.”

શ્રી કરણ અદાણીએ વધુમાં જણાવ્યું કે “કાર્બનની સ્થિતિ સરભર કરતા મેનગ્રુવનું વનીકરણ અને ટેરેસ્ટ્રીયલ પ્લાન્ટેશનની સાથે સાથે રિન્યુએબલ એનર્જીના ઉપયોગ અંગે અમારૂં વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે અમે વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાના તથા વિશ્વની અત્યંત પર્યાવરણલક્ષી કંપની તરીકેનું સ્થાન હાંસલ કરવાના પંથે છીએ.”

અદાણી ગ્રુપની પ્રગતિના કારણે ટ્રાન્સપોર્ટ યુટિલિટી મોડેલ તરીકેનું સ્થાન મજબૂત થયુ છે અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિજળી જેવી આવશ્યક ભૂમિકા બજાવે છે. આ ટ્રાન્સપોર્ટ યુટિલિટી મોડેલ,  રેઈલ નેટવર્કના વિસ્તરણ અને એ- ગ્રેડની વેરહાઉસિંગ ક્ષમતાના કારણે તથા લોજીસ્ટીકસ ક્ષમતાઓમાં વધુ મૂડીરોકાણને કારણે મજબૂત થયું છે. અદાણી ગ્રુપ નવી ટેકનોલોજીસમાં મૂડીરોકાણ, ઓટોમેશન અને ડીજીટાઈઝેશન ક્ષેત્રે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખીને વૃધ્ધિને વધુ વેગ આપશે.

FY22ના 9 માસની બિઝનેસની મહત્વની વિશેષતાઓ (YoY)

કામગીરીની વિશેષતાઓઃ

પોર્ટ બિઝનેસ

  • APSEZ દ્વારા ઓલ ઈન્ડિયા કાર્ગો વોલ્યુમની વૃધ્ધિ કરતા બહેતર કામગીરી દર્શાવવાનું ચાલુ રહ્યું છે. નાણાંકિય વર્ષ 2022ના 9 માસના ગાળા દરમ્યાન તેણે 212 MMT કાર્ગો વોલ્યુમ હેન્ડલ કર્યું છે, જે ઓલ ઈન્ડિયા કાર્ગો વોલ્યુમમાં નોંધાયેલા 7 ટકાના વૃધ્ધિ દર સામે 22 ટકાનો વૃધ્ધિ દર ધરાવે છે. આના પરિણામે ઓલ ઈન્ડિયા કાર્ગો વોલ્યુમમાં APSEZ નો બજાર હિસ્સો 350 bps વધીને 28.1 ટકા થયો છે.
  •  ગંગાવરણ પોર્ટનું કાર્ગો વોલ્યુમ 22.35 MMT રહ્યું છે, જેનો સમાવેશ ઉપર દર્શાવેલા કાર્ગોમાં થતો નથી, કારણ કે હસ્તાંતરણની પ્રક્રિયા ચાલુ છે અને નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં (એનસીએલટીની મંજૂરી પછી) પ્રક્રિયા પૂર્ણ થશે તેવી અમને અપેક્ષા છે. તે પછી તા.1 એપ્રિલ, 2021થી ગંગાવરમ પોર્ટના આંકડાનો પાછલી અસરથી સમાવેશ કરી શકાશે.
  •  કાર્ગો વોલ્યુમમાં વૃધ્ધિની આગેવાની કન્ટેનર્સે લીધી છે અને તેમાં 25 ટકાની વૃધ્ધિ થઈ છે. ડ્રાય કાર્ગોમાં 21 ટકા અને લિક્વીડમાં (ક્રૂડ સહીત) 22 ટકા વૃધ્ધિ થઈ છે.
  • કન્ટેનર સેગમેન્ટમાં APSEZ નો બજાર હિસ્સો વધવાની પ્રક્રિયા ચાલુ રહી છે. નાણાંકિય વર્ષ 2022ના 9 માસના ગાળામાં કન્ટેનર સેગમેન્ટનો બજાર હિસ્સો 189 bps વધીને 42.2 ટકા થયો છે.
  •  નાણાંકિય વર્ષ 2022ના 9 માસના ગાળામાં 2 Mn TEUs હેન્ડલીંગ સાથે 25 ટકાની વૃધ્ધિ હાંસલ થઈ છે, જે કન્ટેનર વોલ્યુમમાં અખિલ ભારતીય સ્તરે હાંસલ થયેલી 19 ટકા વૃધ્ધિ કરતાં વધારે છે.
  •  APSEZ દ્વારા પૂર્વ સાગરકાંઠા અને પશ્ચિમ સાગરકાંઠા વચ્ચે પેરિટી જાળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. પૂર્વ કાંઠાના બંદરોની વૃધ્ધિ 58 ટકાના દરે થઈ છે અને પશ્ચિમ કાંઠાના બંદરોની વૃધ્ધિ 10 ટકા થઈ છે. આ રીતે પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠા વચ્ચેની પેરિટી 76:24 થી 69:31 તરફની રહી છે.
  •  પોર્ટફોલિયોના નૉન- મુંદ્રા બંદરો પણ ઝડપથી વૃધ્ધિ હાંસલ કરી રહ્યા છે અને આ બંદરોએ કાર્ગો બાસ્કેટમાં 47 ટકા વોલ્યુમનો હિસ્સો દાખવ્યો છે, જે 7 પર્સેન્ટેજ પોઈન્ટસની વૃધ્ધિ દર્શાવે છે.
  • 9 MnTEUs સાથે મુંદ્રા પોર્ટે તેના સૌથી મોટા કન્ટેનર પોર્ટ હેન્ડલીંગ પોર્ટ તરીકેની સ્થિતિ જાળવી રાખી છે. જે JNPTના 0.72Mn TEUs કરતાં વધુ છે.

લોજીસ્ટીક્સ બિઝનેસ

  • અદાણી લોજીસ્ટીક્સે (ALL) ભારતના સૌથી મોટા અને અત્યંત વિવિધિકરણ ધરાવતા ખાનગી રેલવે ઓપરેટર તરીકે રેલ વોલ્યુમમાં 25 ટકાની વૃધ્ધિ સાથે 284,477 TEUs અને ટર્મિનલ વોલ્યુમમાં 13 ટકાની વૃધ્ધિ સાથે 211,679TEUs વોલ્યુમ હાંસલ કર્યું છે.
  • અદાણી લોજીસ્ટીક્સે તેનો રોલીંગ સ્ટોક વિસ્તારીને GPWIS સ્કીમ હેઠળ 11 નવી બલ્ક રેકનો ઉમેરો કરતાં તેની સાથે રેક્સની કુલ સંખ્યા 72 થઈ છે.
  • વેરહાઉસિંગ સેગમેન્ટમાં અહેવાલના સમયગાળા દરમ્યાન ALL દ્વારા 0.43 મિલિયન ચો.ફૂટનો ઉમેરો કરાયો છે, જે 108 ટકાની વૃધ્ધિ દર્શાવે છે.

નાણાંકિય વિશેષતાઓઃ

  •  નાણાંકિય વર્ષ 2021ના 9 માસના ગાળામાં પોર્ટ, લોજીસ્ટીક્સ અને એસઈઝેડ સહિતના ત્રણ સેગમેન્ટમાં સર્વગ્રાહી વૃધ્ધિ મારફતે તથા SRCPLના ઉમેરાના કારણે એકંદર આવક રૂ.8,992 કરોડથી 35 ટકા વધીને રૂ.12,089 કરોડ થઈ છે.
  • SRCPL ના ઉમેરાથી કાર્ગો વોલ્યુમમાં વૃધ્ધિ 22 ટકા થઈ છે અને પોર્ટસ રેવન્યુમાં ઉંચુ વળતર હાંસલ કરી શકાયું છે, જે 27 ટકા વધીને રૂ.9706 કરોડ થયું છે.
  • કન્ટેનર અને ટર્મિનલ ટ્રાફિકમાં 22 ટકા વૃધ્ધિને કારણે તથા કન્ટેનર અને બલ્ક કાર્ગો હેન્ડલીંગમાં સુધારો થતાં રોલીંગ સ્ટોક વધતાં લોજીસ્ટીક્સ બિઝનેસની આવક 22 ટકા વૃધ્ધિ સાથે રૂ.845 કરોડ થઈ છે.

એબીટા

  • નાણાંકિય વર્ષ 2021ના 9 માસના ગાળામાં 29 ટકાની વૃધ્ધિ સાથે કોન્સોલિડેટેડ એબીટા રૂ.5,776 કરોડથી વધીને આવકમાં 35 ટકાની વૃધ્ધિ સાથે રૂ.7,428 કરોડ થયો છે.
  • નાણાંકિય વર્ષ 2021ના 9 માસના ગાળામાં પોર્ટ એબીટા 27 ટકા વધીને રૂ.5,394 કરોડ સામે નાણાંકિય વર્ષ 2022ના 9 માસના ગાળામાં કાર્ગો વોલ્યુમમાં વધારા તથા SRCPLના સંચાલનમાં ઉત્કૃષ્ઠતાને કારણે એબીટા વધીને રૂ.6,876 કરોડ થયો છે.
  • લોજીસ્ટીક બિઝનેસમાં ખોટ કરતા રૂટ નાબૂદ કરીને તથા બલ્ક કાર્ગોમાં ઉમેરો કરીને સંચાલનની કાર્યક્ષમતાના પરિણામે એકંદર એબીટામાં નોંધપાત્ર વધારો હાંસલ કરીને માર્જીન વધારવામાં આવ્યો છે, જ્યારે લોજીસ્ટીક્સ બિઝનેસનો એબીટા 32 ટકા વૃધ્ધિ સાથે રૂ.214 કરોડ અને તેનો એબીટા માર્જીન 179 bps પોઈન્ટ વધી 25 ટકા થયો છે.

તાજેતરના હસ્તાંતરણને કારણે આવક અને એબીટાના કોન્સોલીડેશન અંગે નોંધઃ

  • નાણાંકિય વર્ષ 2022ના 9 માસના ગાળામાં ગંગાવરમ પોર્ટ કે જે હસ્તાંતરણની પ્રક્રિયામાં છે.તે પોર્ટે રૂ.899 કરોડની આવક અને રૂ.598 કરોડનો એબીટા નોંધાવ્યો છે. આ સંખ્યાનો હાલના APSEZ ના એકંદર પરિણામોમાં સમાવેશ કરાયો નથી. આમ છતાં ગંગાવરમ પોર્ટનું હસ્તાંતરણ નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં પૂર્ણ થશે ત્યારે 1 એપ્રિલ, 2021 (નાણાંકિય વર્ષ 2022) માં પાછલી અસરથી તેનો સમાવેશ કરાશે.

ઈએસજી વિશેષતાઓઃ

  • વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાના આયોજન સાથે APSEZ ની ટીમે એક્શન પ્લાન ચાલુ રાખ્યો છે અને તે પ્રગતિમાં છે, જેમાં RTGs નું વિજળીકરણ, મોબાઈલ હાર્બર ક્રેઈન્સના વિજળીકરણ, ઈલેક્ટ્રીક ITVની ખરીદી અને હાલમાં ચાલી રહેલા મેનગ્રુવ પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે.
  • APSEZ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી 100 મેગાવોટની વિજ ઉત્પાદન ક્ષમતા સામે કંપની હવે આશરે 300 મેગાવોટ ઉત્પાદન માટે રિન્યુએબલ ડેવલપર સાથે જોડાણ કરવાની ચર્ચા કરી રહી છે.
  • APSEZ દ્વારા અગાઉ જાહેર કરાયેલી મેનગ્રુવ પ્લાન્ટેશનની મહેચ્છાની જાહેરાત સામે વધારાના 1000 હેક્ટરના ઉમેરાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
  • ડિસેમ્બર, 2021ના અંતમાં APSEZ તેની એનર્જી ઈન્ટેન્સીટીમાં 31 ટકાનો વધારો કરી શકી છે અને કાર્બનની ઈન્ટેન્સીટીમાં તેના 2016ના બેઝ લેવલની તુલનામાં 29 ટકાનો ઘટાડો કર્યો છે. સાથે સાથે કંપની તેના લોજીસ્ટીક બિઝનેસ સેગમેન્ટમાં ગ્રાહકોનો એમિશન પ્રોફાઈલ ઘટાડીને લૉ કાર્બન સોલ્યુશન્સનો અમલ કરવામાં સફળ રહી છે. અગાઉ રોડ માર્ગે પરિવહન કરાતા ગુજરાતમાં મોરબી ખાતેના સિરામિક ગુડઝનું હવે રેલવે માર્ગે પરિવહન કરાય છે. આ કારણે GHG એમિશન વર્ષ 2025માં ઘટીને 50,000 ટન થવાનો અંદાજ છે, જે રોડ માર્ગ પરથી 20,000 કાર દૂર કરવા જેટલું થાય છે.
  • કંપની હવે તેનો નેટ જીરો પ્લાન ઘડી રહી છે, જે આ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અમલમાં મૂકાશે. આ ફેરફાર સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ની કટિબધ્ધતા અનુસાર કરવામાં આવી રહ્યો છે.
  • અમે હવે 13 પોર્ટનું ક્લાયમેટ રિસ્ક વલ્નરેબિલીટી એસેસમેન્ટ અને જલવાયુ પરિવર્તનમાં તેના એક્સપોઝરના અંદાજની કામગીરી પૂર્ણ કરી છે અને તેના આધારે વ્યક્તિગત પોર્ટ અને ખાસ કરીને ઉંચી સંવેદનશીલતા ધરાવતા પોર્ટના વિકાસનું આયોજન હાથ ધરી ધરવામાં આવશે.

અન્ય બિઝનેસ અપડેટસઃ

સરગુજા રેલ (SRCPL) હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ થઈઃ

  • કમ્પોઝીટ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ કે જેને 92 ટકા લઘુમતિ શેરહોલ્ડરોએ માન્યતા આપી હતી અને ત્યાર પછી એનસીએલટી સમક્ષ મંજૂરીની માંગણી કરાઈ હતી, તે 70 કી.મી.ની રેલ લાઈન ધરાવતી અદાણી ગ્રુપની અન્ય કંપની પાસેથી સરગુજા રેલ હસ્તગત કરવાથી APSEZ નો રેલ પોર્ટફોલિયો 620 કી.મી.નો થશે.
  • એનલીએલટી પાસેથી મંજૂરી મળતા SRCPL નો હવે APSEZના ખાતામાં સમાવેશ થયો છે અને તા.1 એપ્રિલ, 2021ની પાછલી અસરથી તમામ રેલવે લાઈન હવે એક જ સંસ્થા અદાણી ટ્રેક મેનેજમેન્ટ સર્વિસીસ નામની સંસ્થામાં સમાવેશ પામી છે.

ગંગાવરમ પોર્ટ (GPL) અંગે અપડેટ

  • તમામ પાસાં હસ્તગત કરવાની પ્રક્રિયા નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં પૂર્ણ થવાની સંભાવના છે.
  • APSEZ દ્વારા તા.3 માર્ચ, 2021ની સ્થિતિએ GPL નો 31.5 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે અને આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી તા.22 સપ્ટેમ્બર, 2021ની સ્થિતિએ 10.4 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ સાથે હાલમાં APSEZ, GPLમાં 41.9 ટકા હિસ્સો ધરાવે છે અને એસોસિએટ કંપની તરીકેનું પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 100 ટકા હિસ્સો હસ્તગત કરવાના ઉદ્દેશ સાથે APSEZ દ્વારા ડીવીએસ રાજુ અને પરિવાર પાસેથી બાકીનો 58.1 ટકા હિસ્સો હસ્તગત કરવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
  • એનસીએલટીની મંજૂરી મળ્યા પછી તા.1 એપ્રિલ, 2021ની પાછલી અસરથી પૂરા વર્ષમાં અંદાજે રૂ.1200 કરોડની આવક અને રૂ.800 કરોડના એબીટાનો ઉમેરો થશે.

 એવોર્ડઝઃ

  • ડિસેમ્બર, 2021માં યોજાયેલા ઈન્ટરનેશનલ સમુદ્ર મંથન એવોર્ડઝની 8મી એડિશનમાં મુંદ્રા પોર્ટને “નૉન-મેજર પોર્ટ ઓફ ધ યર” એવોર્ડ હાંસલ થયો છે.
  • APSEZ મુંદ્રાને સસ્ટેનેબિલીટી ફાઉન્ડેશનનો “એન્વાયરોમેન્ટલ પ્રિઝર્વેશન” કેટેગરી હેઠળ પ્લેટીનમ એવોર્ડ એનાયત કરાયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code