અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રીનું નિધન, સોમવારે બેસણું
અમદાવાદ, 4 એપ્રિલ 2026: ગુજરાત વિધાનસભાની વેજલપુર બેઠકના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રી ગંગા સ્વ. વિજ્યબહેન ધીરજલાલ ઠાકરનું નિધન થયું છે. આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. શહેરના બોપલ વિસ્તારમાં ક્રિસ્ટલ એપાર્ટમેન્ટથી આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અમિત ઠાકરના સમર્થકો અને ભાજપના નેતાઓ જોડાયા હતા. શહેરના વેજલપુર સ્મશાનગૃહમાં સદગતની અંતિમવિધી કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના માતાના નિધનને લઈને રાજકીય મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ શ્રધ્ધાંજલી પાઠવીને ઠાકર પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. સદગતનું બેસણુ 6 એપ્રિલના રોજ સોમવારે સવારે 8થી 11 કલાક સુધી એએમસી કોમ્યુનિટી હોલ, સ્પીપાની પાસે, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ ખાતે યોજાશે.
મારા માતુશ્રી સ્વ.વિજયાબેન ધીરજલાલ ઠાકર શ્રીજી ચરણ પામેલ છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
સદગતનું બેસણું નીચેના સ્થળ અને સમયે રાખેલ છે:
🗓️ તારીખ: 06-04-2026, સોમવાર
⏰ સમય: સવારે 8:00 થી 11:00 કલાકે
📍 સ્થળ:
AMC કોમ્યુનિટી હોલ, સ્પીપાની બાજુમાં,
કોર્પોરેટ… pic.twitter.com/7C7zANdoQs— Amit Thaker (@AmitThakerBJP) April 4, 2026


