1. Home
  2. ગુજરાતી
  3. ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે અનેક પડકારોનો સામનો કરી દેશમાં ભાજપનો વિસ્તાર વધાર્યો
ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે અનેક પડકારોનો સામનો કરી દેશમાં ભાજપનો વિસ્તાર વધાર્યો

ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે અનેક પડકારોનો સામનો કરી દેશમાં ભાજપનો વિસ્તાર વધાર્યો

0
Social Share

અમદાવાદઃ દેશના ગૃહમંત્રી અમિત શાહની રાજકીય સફર ભારે ઉતાર-ચડાવવાળી રહી છે. તેમ છતા તેઓ હિંમત હાર્યા વિના તમામ પડકારોનો સામનો કરીને ભારતીય રાજકીરણમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યાં છે. તેમના રાજકીય સફરની વાત કરીએ તો તેમણે વિદ્યાર્થી નેતા તરીકે જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું. કેન્દ્ર સરકારમાં સામેલ થયા તે પહેલા તેમણે ભાજપની કમાન સંભાળી હતી. તેમજ તેમના પ્રમુખ તરીકેની કામગીરી દરમિયાન ભાજપે અનેક રાજ્યોમાં સત્તા હાંસલ કરી હતી. ભાજપમાં તેમને રણનીતિકાર તરીકે જોવામાં આવે છે. અનેક રાજ્યોમાં સામાન્ય ચૂંટણીથી લઈને વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત તેનું ઉદાહરણ છે. વર્ષ 2019માં તેઓ ગુજરાતની રાજધાની ગાંધીનગરની લોકસભા બેઠકથી વિજયી થયાં હતા અને મોદી 2.0 સરકારમાં તેઓ ગૃહમંત્રી બન્યાં હતા. આ પહેલા તેઓ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા. અમિત શાહ ગૃહમંત્રી બન્યાં બાદ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવા સહિતના મહત્વના નિર્ણય લેવાયાં હતા. દેશના રાજકીય આલમમાં તેમને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે.

ગુજરાતના સપુત અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ લગભગ ચાર દાયકાથી કામ કરી રહ્યાં છે. બંનેની પ્રથમ મુલાકાત 1982માં કોલેજના દિવસો દરમિયાન થઈ હતી. અમિત શાહ અખિલ ભારતીય વિદ્યાર્તી પરિષદ સાથે જોડાયા અને વિદ્યાર્થી નેતા તરીકે જાહેર જીવનમાં પ્રવેશ્યાં હતા. મુંબઈમાં જન્મેલા અમિત શાહે બાયોકેમેસ્ટ્રી સાથે બીએસસી કર્યું છે. તેમના પિતા વેપારી હતી, એટલું જ નહીં પ્રારંભમાં તેમણે પિતાને વ્યવસાયમાં મદદ કરી હતી. તેઓ આરએસએસમાં જોડાયા બાદ વર્ષ 1987માં ભાજપમાં સામેલ થયાં હતા. તેમને ભાજપના યુવા મોર્ચાના સભ્ય બનાવવામાં આવ્યાં હતા.

વર્ષ 1991માં તેમણે પોતાની રાજકીય સફરને આગળ વધારી હતી. આ સમયે લાલકૃષ્મ અડવાણી ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં હતા. ત્યારે અમિત શાહને તેમના પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપવામાં આવી હતી. જે તેમણે સફળતા પૂર્વક પાર પાડી હતી. વર્ષ 1996માં તેમને અટલજીના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી. જે પણ તેમમે સફળતા પૂર્વક પાર પાડી હતી. વર્ષ 1997માં તેમને ગુજરાત વિધાનસભાની સરખેજ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતા. આ તેમની રાજકીય સફરનો મહત્વનો તબક્કો હતો. આ બેઠક ઉપરથી તેમણે એક-બે નહીં પરંતુ ચાર વાર જીતીને સેવાકીય કામગીરીથી પ્રજાના દિલમાં અલગ જગ્યા બનાવી હતી. વર્ષ 1999માં અમિત શાહ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક એટલે કે એડીસીના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા. વર્ષ 2009માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બન્યાં હતા. આ ઉપરાંત વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ જીસીએનું અધ્યક્ષ પદ છોડ્યાં બાદ અમિત શાહે આ જવાબદારી સંભાળી હતી. વર્ષ 2003થી 2010ના સમયગાળામાં તેઓ મોદી સરકારમાં ગૃહમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વર્ષ 2012માં નારણપુરા વિધાનસભા બેઠક ઉપર જીત્યાં હતા.

વર્ષ 2004માં ઈશરત જહાં સહિત બે એન્કાઉન્ટર કેસમાં તેમની ઉપર ગંભીર આક્ષેપ થયાં હતા. જો કે, અદાલતે આ કેસમાં તેમને નિર્દોશ જાહેર કર્યાં હતા. બોગસ એન્કાઉન્ટ કેસને પગલે તેઓ ગુજરાતની બહાર પણ રહ્યાં હતા. આ સમયમાં તેમણે આફતને અવસરમાં પરિવર્તિત કરી હતી. આ સમયગાળામાં તેમણે તમામ ધ્યાન ઉત્તરપ્રદેશ ઉપર કેન્દ્રીત કર્યું હતું. તેનું પરિણામ વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં અમિત શાહના પ્રયાસોથી ભાજપનો 71 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપને સત્તા મળી હતી અને અમિત શાહ ગૃહમંત્રી બન્યાં હતા. અમિત શાહ ગૃહમંત્રી બન્યાં બાદ કેન્દ્ર સરકારે અનેક મહત્વના નિર્ણય કર્યાં હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code