1. Home
  2. ગુજરાતી
  3. તો હવે આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરો સ્માર્ટફોન્સની યાદી
તો હવે આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરો સ્માર્ટફોન્સની યાદી

તો હવે આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરો સ્માર્ટફોન્સની યાદી

0
  • આગામી 1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે
  • વોટ્સએપને સુરક્ષાના કારણોસર આ પગલું લીધુ છે
  • તમે અહીંયા આ સ્માર્ટફોન્સની યાદી ચકાસી શકો છો

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ વોટ્સએપના યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. આગામી 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોન્સમાં વોટ્સએપ નિષ્ક્રિય થઇ જશે. ગત મહિને વોટ્સએપની પેરેન્ટિંગ કંપની ફેસબૂકે કેટલાક સ્માર્ટફોન્સમાં વોટ્સએપ સેવા સમાપ્ત કરવાની ઘોષણા કરી હતી. એપની સુરક્ષા તેમજ યૂઝર્સની ગોપનીયતા જળવાઇ રહે તે હેતુસર કેટલાક સ્માર્ટફોન્સમાં આ સેવાઓ સમાપ્ત કરાશે.

વોટ્સએપ અનુસાર, જૂની ઑપરેટિંગ સિસ્ટમના સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા યૂઝર્સના ફોનમાં વોટ્સએપ સેવા બંધ થઇ જશે. જો કે બીજી તફ એન્ડ્રોઇડ OS 4.1 અને તેનાથી ઉપરના સપોર્ટ કરનારા સ્માર્ટફોનમાં યૂઝર્સ વિના વિધ્ને વોટ્સએપ સેવાનો આનંદ માણી શકશે.

વોટ્સએપ યુઝર્સ 1 નવેમ્બર, 2021 થી વોટ્સએપ ચલાવવામાં સક્ષમ નથી તેવા ઓપરેટિંગ સિસ્ટમોની યાદી ચકાસવા માટે વોટ્સએપ FAQ વિભાગમાં જઈ શકો છો. આ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં એન્ડ્રોઇડ 4.0.3 આઈસ્ક્રીમ સેન્ડવિચ, iOS 9 અને KaiOS 2.5.0 નો સમાવેશ થાય છે.

ખાસ કરીને સેમસંગ, એલજી, હુવેઇ, સોની, અલ્કાટેલ જેવી કંપનીના સ્માર્ટફોનમાં વોટ્સએપ સેવા નિષ્ક્રિય થઇ જશે. તમે પણ તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જઇને એન્ડ્રોઇડનું વર્ઝન ચકાસી શકો છો.

આ સ્માર્ટફોન્સમાં વોટ્સએપ નહીં ચાલે

LG
LG Lucid 2
Optimus L5 double
Optimus L4 II Double
Optimus F3Q
Optimus f7
Optimus f5
Optimus L3 II Double
Optimus f5
Optimus L5
Optimus L5 II
Optimus L3 II
Optimus L7
Optimus L7 II Double
Optimus L7 II
Optimus f6
Enact
Optimus f3
Optimus L4 II
Optimus L2 II
Optimus Nitro HD and 4X HD

Samsung
Samsung Galaxy Trend Lite
Galaxy SII
Galaxy Trend II
Galaxy S3 mini
Galaxy core
Galaxy xcover 2
Galaxy ace 2

Apple
iPhone 6S
iPhone 6S Plus
Apple iPhone SE

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code