1. Home
  2. ગુજરાતી
  3. બગ્ગાની ધરપરડના વિરોધમાં બીજેપીનું પ્રદર્શન- કેજરીવાલના ઘરની બહાર જામી ભીડ
બગ્ગાની ધરપરડના વિરોધમાં બીજેપીનું પ્રદર્શન- કેજરીવાલના ઘરની બહાર જામી ભીડ

બગ્ગાની ધરપરડના વિરોધમાં બીજેપીનું પ્રદર્શન- કેજરીવાલના ઘરની બહાર જામી ભીડ

0
Social Share
  • બગ્ગાની ધરકપડનો વિરોધ
  • બીજેપીનું કેજરિવાલના ઘરની બહાર હલ્લા બોલ

બીજેપી નેતા તેજિંદર પાલસિંહ બગ્ગની ઘરપકડને લઈને બીજેપી સખ્ત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે હવે દેશભરમાં આ મામલો ગરમાયો છે,પંજાબ પોલીસ દ્વારા બીજેપી નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડના મામલામાં વિવાદ વધતો જ જઈ રહ્યો  છે.આવી સ્થિતિમાં બગ્ગાની ધરપકડ બાદ દિલ્હીમાં આપ અને બીજેપી સામસામે  જોવા મળ્યા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે બગ્ગાની ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ સીએમ કેજરીવાના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.સીએમ ઘરની બહાર ભારે હલ્લા બોલ મચાવ્યો છે સુરક્ષાની દૃષ્ટિએ સીએમ આવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.આ સાથે જ અહી સુરક્ષા પણ વધારવામાં આવી છે.

આ સાથે જ  બગ્ગાની ધરપકડના વિરોધમાં કેજરીવાલના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકરોને સુરક્ષાકર્મીઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વધી રહેલા વિરોધને જોતા સુરક્ષા દળોએ બીજેપી નેતા મનજિન્દર સિરસા સહિત ભાજપના ઘણા કાર્યકરોની અટકાયત કરી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેજિન્દર પાલ સિંહ બગ્ગાને પંજાબ પોલીસે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ અને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવાના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરી હતી.ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ તેમના ટ્વિટ માટે બગ્ગા દિલ્હી અને પંજાબ બંનેમાં શાસક આપ દ્વારા આક્રમણ હેઠળ હતા. બગ્ગાની ધરપકડ બાદ ભાજપે પંજાબ પોલીસ પર તેનું ‘અપહરણ’ કરવાનો આરોપ લગાવ્યો હતો.ત્યારથી મામલો ગરમાયો છે.બીજેપી દ્રારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code