
ઘણા રાજ્યોમાં બ્લેક ફંગસને મહામારી ધોષિત કરાય, જાણો ક્યારે, કેવી રીતે અને કેમ કરવામાં આવે છે?
- કોરોના વાયરસની વચ્ચે બ્લેક ફંગસનો ખતરો
- ઘણા રાજ્યોમાં વધી રહ્યા છે બ્લેક ફંગસના કેસ
- શા માટે બ્લેક ફંગસને મહામારી જાહેર કરાય ?
દિલ્હી : હજુ લોકો કોરોના વાયરસના કહેરમાંથી બહાર પણ નથી આવ્યા.ત્યાં આ વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. ઘણા રાજ્યોએ આ ફંગસ ઇન્ફેકશનને મહામારી જાહેર કરી છે.પરંતુ શું તમે જાણો છો કે કયા સંજોગોમાં બીમારીને મહામારી જાહેર કરવામાં આવે છે, તેની પાછળના કારણો શું છે. કોઈ મહામારી એટલે એપિડેમિક પછી પૈનડેમિક એટલે વૈશ્વિક મહામારીને ક્યારે જાહેર કરવામાં આવે છે? આનો શું ફાયદો મળે છે ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા મુજબ, જ્યારે કોઈ બીમારી સંક્રમણ દ્વારા મોટી સંખ્યામાં લોકોને પ્રભાવિત કરે છે અને પછી તેનો પ્રકોપ સામાન્ય અપેક્ષા કરતા વધારે હોય છે, ત્યારે તેને મહામારી જાહેર કરવામાં આવે છે.
પૈનડેમિક શું છે
તમે સાંભળ્યું જ હશે કે કોરોનાને પૈનડેમિક પણ કહેવામાં આવે છે.પૈનડેમિક એટલે વૈશ્વિક મહામારી તેને જાહેર કરવામાં આવે છે.જયારે કોઈ બીમારી એક થી વધુ દેશો અથવા બીજા મહાદ્વીપોમાં ફેલાય જાય.એક જ સમય દુનિયાના અલગ-અલગ દેશોમાં લોકોમાં ફેલાઈ રહી હોય ત્યારે જાહેર કરવામાં આવે છે. ડબ્લ્યુએચઓએ કોરોનાને મહામારી એટલા માટે જ જાહેર કરી હતી.
કેટલીકવાર કોઈ બીમારી અચાનક ફાટી નીકળવા પર તેને મહામારી નહીં કરાર આપવામાં આવે છે. તેને મહામારી જાહેર કરવાની પ્રક્રિયા મુશ્કેલ છે, આ નિર્ણય ખૂબ વિચારીને લેવામાં આવે છે, કારણ કે બીમારીને મહામારી જાહેર કર્યા પછી વિશ્વભરમાં ભયનો માહોલ બની જાય છે. મહામારી જાહેર કર્યા બાદઆ વાતનો પણ ખતરો હોય છે કે, લોકો ડરીને ભાગવાનું શરૂ કરે છે. આવા લોકોના સ્થળાંતરને લીધે સંક્રમણ ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે
મહામારી જાહેર કરવા પાછળનું કારણ
જ્યારે કોઈ રાજ્ય અથવા દેશમાં કોઈ બીમારી મહામારી જાહેર કરવામાં આવે છે, તો તેની પાછળ ઘણા કારણો હોય છે. મહામારી જાહેર થતાં જ સરકારો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ એલર્ટ મોડ પર આવી જાય છે. જો કોઈ દેશ અથવા રાજ્ય ઈલાજની ક્ષમતાની અછતથી ઝઝૂમી રહ્યું છે અથવા સંસાધનો અથવા ઈચ્છાશક્તિની અછત જોવામાં આવી રહી છે.તો તેની મદદ કરવામાં આવે છે.
કોરોનાના ગંભીર સંકટ વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં આ બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. એકલા રાજસ્થાનમાં બ્લેક ફંગસના 700 થી વધુ કેસ છે.એવામાં રાજ્ય સરકાર સતર્ક બની ગઈ છે. રાજસ્થાનમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. સમગ્ર રાજ્યમાં કુલ 700 કેસ છે, જ્યારે ફક્ત એક જ હોસ્પિટલમાં બ્લેક ફંગસના 100 થી વધુ દર્દીઓ છે.